For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારતના IT પ્રોફેશનલ્સને મળતા H-1B વિઝા પર અસ્થાયી પ્રતિબંધ લગાવવાની તૈયારીમાં ટ્રમ્પ

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના પ્રશાસને H-1B જેવા અમુક વર્ક વિઝા પર અસ્થાયી રોક લગાવવાનો નિર્ણય કર્યો છે.

|
Google Oneindia Gujarati News

કોરોના વાયરસ મહામારીના કારણે અમેરિકામાં બેરોજગારીના દરમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે. આને ધ્યાનમાં રાખીને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના પ્રશાસને H-1B જેવા અમુક વર્ક વિઝા પર અસ્થાયી રોક લગાવવાનો નિર્ણય કર્યો છે. જો ટ્રમ્પ આના પર રોક લગાવવાનો નિર્ણય લે તો પછી ભારતીય આઈટી પ્રોફેશનલ્સને મોટો ઝટકો લાગશે કારણકે આ વિઝા ભારતના આઈટી પ્રોફેશનલ્સમાં ઘણા લોકપ્રિય છે. આ સાથે જ સ્ટુડન્ટ વિઝા અને વર્ક ઑથોરાઈઝેશન પર પણ અસ્થાયી રીતે રોક લગાવવાની તૈયારી ચાલી રહી છે. અમેરિકી વર્તમાનપત્ર વૉલ સ્ટ્રીટ જર્નલ તરફથી આ માહિતી આપવામાં આવી છે.

Donld Trump

અમેરિકામાં 5,00,000 લોકો પાસે છે આ વિઝા

H-1B વિઝા એક પ્રવાસી વિઝા છે જે અમેરિકી કંપનીઓને વિદેશી પ્રોફેશનલ્સને અમુક ખાસ વ્યવસાયોમાં ભરતી કરવાની મંજૂરી આપી છે. ભારતીય આઈટી પ્રોફેશનલ્સમાં આની ખૂબ જ માંગ છે. અમેરિકાાં અત્યારે આ વિઝા પર લગભગ 5,00,000 પ્રવાસી લોકોને કામ મળેલુ છે. વૉલસ્ટ્રીટ જર્નલે શુક્રવારે પોતાના રિપોર્ટમાં કહ્યુ કે, 'રાષ્ટ્રપતિ ટ્રમ્પન સલાહકાર આ મહિને આવનારા કાર્યકારી આદેશ માટે યોજના તૈયાર કરી રહ્યા છે. આ આદેશ હેઠળ નવા સ્થાયી, કાર્ય આધારિત વિઝા જારી કરવા પર બેન લગાવવામાં આવી શકે છે.' વર્તમાનપત્રના જણાવ્યા અનુસાર આ આદેશ ટેકનિકલ રીતે સક્ષમ લોકોને અપાતા એચ-1બી વિઝા, એચ-ટુબી (અમુક ખાસ સમય માટે કામ કરવા અપાતા વિઝા) સાથે સાથે સ્ટુડન્ટ વિઝા અને આ વિઝા સાથે મળતી કાર્ય અનુમતિ પર કેન્દ્રિત હોઈ શકે છે.

અમેરિકામાં બેરોજગારી રેકોર્ડ સ્તર પર

કોરોના વાયરસના કારણે છેલ્લા બે મહિનામાં 3.3 કરોડથી વધુ અમેરિકનોની નોકરીઓ જતી રહી છે. કોરોનાના કારણે અમેરિકામાં આર્થિક ગતિવિધિઓ ઠપ્પ થઈ ગઈ છે. આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષ(આઈએમએફ) અને વર્લ્ડ બેંકે અમેરિકાનો વૃદ્ધિદર નકારાત્મક એટલે કે શૂન્યથી નીચે રહેવાનુ અનુમાન વ્યક્ત કર્યુ છે. રિપબ્લિકન પાર્ટીના મોટા સાંસદોએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને એચ-1બી વિઝા સહિત કોન્ટ્રાક્ટ પર કામ કરતા કામગારોને અપાતા અસ્થાયી વિઝા (ગેસ્ટ વર્કર)ને બેરોજગારી દર સામાન્ય થવા સુધી બંધ કરી દેવાનો અનુરોધ કર્યો છે. અમેરિકામાં કોરોના વાયરસ વૈશ્વિક મહામારીને ફેલાતી રોકવા માટે લાગુ કરવામાં આવેલ લૉકડાઉનના કારણે બેરોજગારી દર રેકોર્ડ ઉચ્ચ સ્તરે છે.

આ પણ વાંચોઃ ભારતને જુલાઈમાં મળશે કોરોનાથી રાહત, લૉકડાઉનના કારણે સ્થિતિ નિયંત્રણમાંઃ WHOઆ પણ વાંચોઃ ભારતને જુલાઈમાં મળશે કોરોનાથી રાહત, લૉકડાઉનના કારણે સ્થિતિ નિયંત્રણમાંઃ WHO

English summary
US President Donld Trump administration working on temporary ban on visas like H-1B.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X