For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રાષ્ટ્રપતિ બનતા જ જો બાઈડને બદલ્યો ટ્રમ્પનો નિર્ણય, પેરિસ સમજૂતીમાં ફરીથી શામેલ થશે US

અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેને શપથ ગ્રહણના થોડા કલાક બાદ અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્ર્મ્પ (Donald Trump)ના એક નિર્ણયને બદલી દીધો છે.

|
Google Oneindia Gujarati News

Joe Biden announces US will rejoin Paris climate accord: અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેને શપથ ગ્રહણના થોડા કલાક બાદ અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્ર્મ્પ (Donald Trump)ના એક નિર્ણયને બદલી દીધો છે. રાષ્ટ્રપતિ જો બાઈડેને નિર્ણય લીધો છે કે જળવાયુ પરિવર્તન (Climate Change) સામે લડવા માટે આંતરરાષ્ટ્રીય પેરિસ જળવાયુ સમજૂતી (International Paris Climate Agreement)માં અમેરિકા ફરીથી શામેલ થશે. જો બાઈડેને પેરિસ જળવાયુ સમજૂતીમાં અમેરિકાને ફરીથી શામેલ કરવા માટે એક કાર્યકારી આદેશ પર હસ્તાક્ષર કર્યા છે. જો બાઈડેને કહ્યુ છે કે આપણે એક રીતે જળવાયુ પરિવર્તનનો મુકાબલો કરવા જઈ રહ્યા છે જે આપણે અત્યાર સુધી નથી કર્યુ.

Joe Biden

પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના પ્રશાસને ગયા વર્ષે 2020માં સંયુક્ત રાજ્ય અમેરિકાએ પેરિસ જળવાયુ સમજૂતી છોડી દીધી હતી. અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેન દ્વારા જળવાયુ પરિવર્તન સુરક્ષાને નબળી પાડનાર ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યની સમીક્ષા કરવા માટે એક આદેશ પણ આપવામાં આવશે. એવુ સીએનએને પોતાના રિપોર્ટમાં દાવો કર્યો છે.
તમને જણાવી દઈએ કે પેરિસ જળવાયુ સમજૂતીને ફ્રાંસની રાજધાની પેરિસમાં 12 ડિસેમ્બર 2015ના રોજ 196 દેશોના પ્રતિનિધિઓએ અપનાવ્યો હતો.

ત્યારબાદ 9 નવેમ્બર 2016ના રોજ સંયુક્ત રાજ્ય અમેરિકાએ રાષ્ટ્રપતિ બરાક ઓબામાના પ્રશાસન દરમિયાન પેરિસ સમજૂતીનો સ્વીકાર કર્યો હતો. જો કે રાષ્ટ્રપતિ ટ્રમ્પના પ્રશાસન તરફથી ઓગસ્ટ 2017માં ઔપચારિક રીતે પેરિસ જળવાયુ સમજૂતીથી બહાર હોવાની વાત કહેવામાં આવી હતી. પેરિસ જળવાયુ સમજૂતીનો ઉદ્દેશ પૂર્વ- ઔદ્યોગિક સ્તરોની સરખામણીમાં ગ્લોબલ વૉર્મિંગને 2થી નીચે, મહત્તમ 1.5 ડિગ્રી સેલ્સિયસ સુધી સીમિત કરવાનો છે.

અમેરિકાના પ્રેસિડેન્ટ જો બિડેનનો કેટલો પગાર હશે અને બીજું શું- શું મળશે, જાણોઅમેરિકાના પ્રેસિડેન્ટ જો બિડેનનો કેટલો પગાર હશે અને બીજું શું- શું મળશે, જાણો

English summary
US President Joe Biden announces US will rejoin Paris climate accord.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X