For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારતીય મહિલા સાથે કરવા માંગતા હતા લગ્ન... પીએમ મોદી સાથે મુલાકાત દરમિયાન બાઈડેને વ્યક્ત કરી ઈચ્છા

અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેને એક એવી ઈચ્છા વ્યક્ત કરી જેને સાંભળીને ત્યાં હાજર સહુ કોઈ હસવા લાગ્યા.

|
Google Oneindia Gujarati News

વૉશિંગ્ટનઃ અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેન અને ભારતીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વચ્ચે ઐતિહાસિક દ્વિપક્ષીય વાતચીત ખતમ થઈ ગઈ છે. જ્યાં અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેને એક એવી ઈચ્છા વ્યક્ત કરી જેને સાંભળીને ત્યાં હાજર સહુ કોઈ હસવા લાગ્યા. બંને દેશો વચ્ચે ટ્રેડ અને ટેકનોલૉજીને લઈને વાતચીત થઈ. સાથે જ બાઈડેને પોતાની બહુ જૂની ઈચ્છા પણ વ્યક્ત કરી દીધી છે.

બાઈડેનની ઈચ્છા

બાઈડેનની ઈચ્છા

ભારતીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત દરમિયાન અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેને અનોખી ઈચ્છા વ્યક્ત કરી. તેમણે પીએમ મોદી સામે પોતાના મુંબઈ પ્રવાસનો ઉલ્લેખ કરીને કહ્યુ કે તે ભારતીય મૂળની એક મહિલા સાથે લગ્ન કરવા માંગતા હતા પરંતુ તેમની ઈચ્છા પૂરી ના થઈ શકી. બાઈડેનની આ વાત સાંભળીને ત્યાં હાજર તમામ લોકો હસવા લાગ્યા. વળી, જો બાઈડેને મોદીનુ સ્વાગત કરીને કહ્યુ કે પહેલા જ્યારે હું ઉપરાષ્ટ્રપતિ હતો ત્યારે હું આ ખુરશી પર બેસતો હતો પરંતુ હવે હું રાષ્ટ્રપતિ છુ અને તમે મારી ખુરશી પર બેસો.

મોદીને શું કહ્યુ બાઈડેને

મોદીને શું કહ્યુ બાઈડેને

જો બાઈડેને પીએમ મોદી સાથે મુલાકાત દરમિયાન કહ્યુ કે, 'મે લાંબા સમયથી માન્યુ છે કે અમેરિકા-ભારત સંબંધમાં આપણે બહુ બધા વૈશ્વિક પડકારોનુ સમાધાન કરવામાં મદદ કરી શકે છે. વાસ્તવમાં 2006માં જ્યારે હું ઉપરાષ્ટ્રપતિ હતો, મે કહ્યુ હતુ કે 2020 સુધી ભારત અને અમેરિકા દુનિયાના સૌથી નજીકના દેશોમાંથી હશે.' વ્હાઈટ હાઉસમાં પીએમ મોદી સાથે મુલાકાત દરમિયાન અમેરિકાના રાષ્ટ્રપતિએ કહ્યુ કે અમારા ભારત સાથે સંબંધો ઘણા મજબૂત છે અને અમે સતત પોતાના સંબંધોને વધુ મજબૂત કરી રહ્યા છે. અમારા મૂલ્યો લોકતાંત્રિક છે.

ભારતીય પીએમે શું કહ્યુ...

ભારતીય પીએમે શું કહ્યુ...

વળી, ભારતીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યુ કે ભારત-અમેરિકા સંબંધોની મજબૂતી માટે રાષ્ટ્રપતિ જો બાઈડેનનુ વિઝન ઘણુ મહત્વપૂર્ણ છે. પીએમ મોદીએ કહ્યુ કે આ દશક ભારત-અમેરિકા સંબધો સાથે સાથે લોકતાંત્રિક દેશો વચ્ચેના સંબંધો માટે ઘણુ મહત્વપૂર્ણ રહેવાનુ છે. પીએમ મોદીએ કહ્યુ કે અમે લોકતાંત્રિક મૂલ્યો અને પરંપરાઓને લઈને સાથે ચાલી રહ્યા છે. તેમણે કહ્યુ કે આ દશકમાં ટેલેન્ટનુ પોતાનુ અલગ મહત્વ છે અને ભારતીય ટેલેન્ટ અમેરિકાના વિકાસમાં ઘણી મહત્વની ભૂમિકા નિભાવતુ આવ્યુ છે અને આગળ પણ નિભાવતુ રહેશે.

ટેકનોલૉજી અને ટ્રેડ પર વાત

ટેકનોલૉજી અને ટ્રેડ પર વાત

રાષ્ટ્રપતિ જો બાઈડેને કહ્યુ કે, 'આજે અમે ભારત-અમેરિકા સંબંધોમાં એક નવા અધ્યાયની શરૂઆત કરી રહ્યા છે. ચાર મિલિયન ભારતીય અમેરિકી રોજ અમેરિકાને મજબૂત બનાવી રહ્યા છે.' વળી, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યુ કે તેમને 2014 અને 2016માં જો બાઈડેન સાથે વિચારોના આદાન-પ્રદાનનો મોકો મળ્યો. આ દશકમાં ટેકનોલૉજીનો ઉપયોગ ઘણો મહત્વપૂર્ણ થવાનો છે અને ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધમાં પણ ટેકનોલૉજી ઘણી મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવશે. પીએમ મોદીએ કહ્યુ કે ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડનુ પોતાનુ મહત્વ છે. જે વસ્તુ ભારતમાં બને છે તે અમેરિકામાં કામમાં આવી શકે છે. જે વસ્તુઓ અમેરિકામાં બને છે તે ભારત માટે જરૂરી હોઈ શકે છે.

જળવાયુ પરિવર્તન પર વાત

જળવાયુ પરિવર્તન પર વાત

પીએમ મોદીએ રાષ્ટ્રપતિ જો બાઈડેન સાથે મુલાકાત દરમિયાન જળવાયુ પરિવર્તનનો પણ ઉલ્લેખ કર્યો. પીએમ મોદીએ મહાત્મા ગાંધીનો ઉલ્લેખ કરીને કહ્યુ કે મહાત્મા ગાંધી કહેતા હતા કે વ્યક્તિ આ પ્લેનેટ માટે એક ટ્રસ્ટી તરીકે છે અને આપણે આવનારી જનરેશનને પણ આ પ્લેનેટને યોગ્ય રીતે સંભાળીને આગળ વધારવુ જોઈએ. આ સાથે જ પીએમ મોદીએ કહ્યુ કે કોવિડ-19, જળવાયુ, પરિવર્તન માટે આપણે આગળ પણ વાત કરતા રહીશુ.

English summary
US President Joe Biden said he aspired to marry an Indian womanhe said this during his meeting with PM Modi.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X