ડોનાલ્ડ ટ્રમ્પનો 14 વર્ષીય પુત્ર બેરૉન કોરોના પૉઝિટીવ

ટ્રમ્પનો 14 વર્ષીય દીકરો બેરૉન કોરોના વાયરસથી સંક્રમિત જોવા મળ્યો છે.

વૉશિંગ્ટનઃ અમેેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ કોકેરોના વાયરસથી રિકવર થઈને સામાન્ય જીવનમાં પાછા આવી ચૂક્યા છે અને તે ચૂંટણી સભાઓમાં ભાગ લઈ રહ્યા છે. પરંતુ ટ્રમ્પનો 14 વર્ષીય દીકરો બેરૉન કોરોના વાયરસથી સંક્રમિત જોવા મળ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પના પત્ની ફર્સ્ટ લેડી મેલાનિયા ટ્રમ્પે આ વિશે માહિતી આપીને કહ્યુ કે બેરૉન કોરોના વાયરસથી સંક્રમિત છે પરંતુ તેની અંદર આ વાયરસના કોઈ લક્ષણ નથી. મેલાનિયાએ કહ્યુ કે સૌભાગ્યથી તે એક મજબૂત છોકરો છે અને તેમની અંદર કોરોનાના કોઈ લક્ષણ નથી.

trump

ડેસ મોઈન્સ, લોવામાં એક રેલી દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યુ કે બેરૉન હવે ઠીક છે. તેમણે કહ્યુ કે આ એક ઉદાહરણ છે કે છેવટે કેમ સ્કૂલને ફરીથી ખોલવી જોઈએ. ટ્રમ્પે કહ્યુ કે મને નથી લાગતુ કે બેરૉનને પણ ખબર હતી કે તે કોરોના વાયરસથી સંક્રમિત છે કારણકે તે આ લોકો યુવા છે અને તેમની ઈમ્યુન સિસ્ટમ ઘણી મજબૂત છે, આ લોકો કોરોનાથી લડી શકે છે. બાળકોને ફરીથી સ્કૂલે લાવો. વળી, મેલાનિયાએ કહ્યુ કે તેના લક્ષણ ઘણા ઓછા છે અને તેમને આશા છે કે ફર્સ્ટ લેડી તરીકે તે પોતાની ફરજોનુ પાલન કરવાનુ શરૂ કરશે. મેલાનિયાએ જણાવ્યુ કે મને શરીરમાં દુઃખાવો, કફ અને માથાનો દુઃખાવો થતો હતો અને મોટાભાગનો સમય ખૂબ જ થાક અનુભવતી હતી.

મેલાનિય કહે છે કે મે નિર્ણય કર્યો કે હું પ્રાકૃતિક દવાઓ પર નિર્ભર રહીશ, વધુ વિટામિન લઈશ અને આરોગ્યવર્ધક ભોજન કરીશ. તમને જણાવી દઈએ કે ડોનાલ્ડ ટ્રમ્પ કોરોના સંક્રમિત થયા બાદ ત્રણ દિવસ સુધી મિલિટ્રી હોસ્પિટલમાં ભરતી હતા. ટ્રમ્પે 2 ઓક્ટોબરે એ વિશે માહિતી આપી હતી કે તે કોરોનાથી સંક્રમિત છે. તેમની પત્નીનો પણ કોરોના ટેસ્ટ પૉઝિટીવ આવ્યો છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X