COVID 19: અમેરકામાં સતત ત્રીજા દિવસે 700થી ઓછા મોત, સ્પેનમાં 10 દિવસનો રાષ્ટ્રીય શોક

COVID 19: અમેરકામાં સતત ત્રીજા દિવસે 700થી ઓછા મોત, સ્પેનમાં 10 દિવસનો રાષ્ટ્રીય શોક

વૉશિંગ્ટનઃ અમેરિકામાં કોરોના વાયરસનો તાંડવ સતત યથાવત છે, કોવિડ 19ના કારણે અમેરિકામાં અત્યાર સુધીમાં 98902 લોકોના મોત થઈ ચૂક્યાં છે પરંતુ અમેરિકામાં કોરોના વાયરસથી સતત ત્રીજા દિવસે 700થી ઓછા મોત થયાં છે, માનવામાં આવી રહ્યું છે કે અમેરિકામાં હવે વાયરસની ગતિ ધીમી પડી છે, જ્યારે સ્પેન સરકારે કોરોના વાયરસના કારણે પોતાના મૃત લોકોને શ્રદધાંજલિ આપવા માટે 10 દિવસનો રાષ્ટ્રીય શોક ઘોષિત કર્યો છે. રાષ્ટ્રીય શોક બુધવારથી શરૂ થઈ 5 જૂન સુધી રહેશે, આ દરમિયાન દેશભરની 14 હજાર સરકારી ઈમારતો પર લાગેલ રાષટ્રીય ઝંડો અડધો જૂકાવી દેવામાં આવ્યો છે, જણાવી દઈએ કે સ્પેનમાં આ સંક્રમણને પગલે 27 હજારથી વધુ લોકોના જીવ ચાલ્યા ગયા છે.

coronavirus

જ્યારે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના તાજા આંકડાઓ મુજબ અત્યાર સુધીમાં કોરોના વાયરસથી આખી દુનિયામાં 3,42,000 લકોના મોત થઈ ચૂક્યાં છે. જ્યારે 54 લાખથી વધુ લકો આ વાયરસના લપેટામાં આવી ચૂક્યા છે, જ્યારે આ વયરસથી 4383 લોકોના મોત થયાં છે, જેને પગલે કુલ મરનારાઓની સંખ્યા 3,42,070 થઈ ગઈ છે. જણાવી દઈએ કે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને 11 માર્ચે કોરોના વાયરસને વૈશ્વિક મહામારી ઘોષિત કરી હતી.

ભારતમાં કોરોનાના દર્દી વધી રહ્યા છે

જ્યારે ભારતની વાત કરીએ તો દેશમાં પાછળા કેટલાક દિવસોમાં કરોના વાયરસના દર્દીની સંખ્યા તેજીથી વધી છે. મંગળવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે જણાવ્યું કે પાછલા 24 કલાકમાં કોરોના વાયરસના 6535 નવા પઝિટિવ કેસ સામે આવ્યા છે, જે બાદ દર્દીઓની સંખ્યા વધીને 1, 45, 380 થઈ ગઈ છે. જ કે અત્યાર સુધીમાં 60, 490 દર્દી ઠીક થઈ ચૂક્યા છે અને હાલ એક્ટિવ કેસ 80722 છે. કોરોના વાયરસને કારણે પાછલા 24 કલાકમાં 146 લોકોના મત થયાં છે, જે બાદ મૃતકોનો આંકડો વધીને 4167 થઈ ગયો છે. કોરોના દર્દીની સંખ્યામાં થઈ રહેલ વધારાને જોતા લોકોની અંદર એક ડર સમાઈ ગયો છે કે ઈન્ડિયામાં કોરોના થર્ડ સ્ટેજ પર પહોંચી ગયું છે, આ વાત જાણવા માટે ભારતના 10 હૉટસ્પૉટ શહેરોમાં સીરોસર્વે કરાવવાની વાત પણ થઈ છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X