દ.કોરિયા-યુએસનો સૈન્ય અભ્યાસ, ઉ.કોરિયાએ કરી ટીકા

south-korea-us-flag
સોલ, 11 માર્ચઃ દક્ષિણ કોરિયા અને અમેરિકન સેનાઓએ સોમવારે સંયુક્ત સૈન્ય અભ્યાસ શરૂ કર્યો. બીજી સૈન્ય અભ્યાસની ટીકા કરનાર અને બન્ને દેશો પર પરમાણુ હુમલો કરવાની ધમકી આપનાર ઉત્તર કોરિયાએ સોલ સાથે પોતાનો હોટલાઇન સંપર્ક ખત્મ કરી નાંખ્યો છે.

કોરિયન પ્રાયદ્વિપમાં ગત એક અઠવાડિયાથી વધતા તણાવ વચ્ચે બે અઠવાડિયાનો 'કી રિજોલ્વ' સૈન્ય અભ્યાસ શરૂ થયો છે, જ્યારે ઉત્તર કોરિયાએ ગત અઠવાડિયાએ પોતાના ત્રીજા પરમાણુ પરીક્ષણ બાદ સંયુક્ત રાષ્ટ્રમાં અપનાવાયેલા કડક પ્રતિબંધોને લઇને આકરા તેવર અપનાવ્યા છે.

પ્યોંગયાંગે સંયુક્ત અભ્યાસની ટીકા કરતા તેને ભડકાઉ આક્રમક પગલું ગણાવ્યું અને ઘોષણા કરી કે સોમવારથી 1953ના યુદ્ધ વિરામ અને દક્ષિણ સાથે કરવામા આવેલા હસ્તાક્ષરોમાં કરવામાં આવેલા શાંતિ સમજોતાને ખત્મ કરી રહ્યાં છીએ.

'કી રિજોલ્વ' મુખ્યતઃ કોમ્પ્યુટર આધારિત સૈન્ય અભ્યાસ છે, પરંતુ તેમાં 10 હજારથી વધારે દક્ષિણ કોરિયન સૈનિક અને 3500થી વધારે અમેરિકન સૈનિકો સામેલ હશે. દક્ષિણ કોરિયામાં અંદાજે 28,500 અમેરિકન સેના તેનાત છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X