For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારતીય સંસદમાં એફડીઆઇને મંજૂરીને આવકારતું યુએસ

|
Google Oneindia Gujarati News

retail
ન્યુયોર્ક, 8 ડિસેમ્બરઃ મલ્ટી બ્રાન્ડ રિટેલમાં એફડીઆઇને ભારતીય સંસદમાં મળેલી મંજૂરીને યુએસ દ્વારા આવકારવામાં આવ્યું છે.

અમેરિકાના વિદેશ વિભાના પ્રવક્તા માર્ક ટોનરે શુક્રવારે આયોજિત એક સંવાદદાતા સંમેલનમાં કહ્યું કે, ભારતીય સંસદમાં આ નિર્ણયથી બન્ને દેશો વચ્ચે આર્થિક ભાગીદારીને વધારે બળ મળશે, સાથે જ તેનાથી નાના ઉદ્યોગોથી લઇને ખેડુતો અને ઉપભોક્તાઓને પણ ફાયદો થશે.

શુક્રવારે મલ્ટી બ્રાન્ડ રિટેલ સેક્ટરમાં વિદેશી રોકાણના મુદ્દે એક વર્ષથી ફસાયેલી સરકાર 365 દિવસ બાદ સાત ડિસેમ્બરે જ સંખ્યાબળના દમ પર વિજય મેળવવામાં સફળ રહી છે.

અત્રે નોંધનીય છે કે સાત ડિસેમ્બરે જ સરકારે પોતાના સૌતી મોટા સહયોગી તૃણમૂલના વિરોધના કારણે આ નિર્ણય મુદ્દે પીછે હટ કરવી પડી હતી.

ઉલ્લેખનીય છે કે લોકસભા બાદ રાજ્યસભામાં રીટેઇલમાં એફડીઆઇના મુદ્દે ચર્ચા બાદ આજે વોટિંગ કરવામાં આવ્યું છે, આ સાથે બંને ગૃહમાં એફડીઆઇના મુદ્દે સરકારને બહુમતી મળી ગઇ છે. રાજ્યસભામાં સરકારના પક્ષમાં 116 અને વિપક્ષના પક્ષમાં માત્ર 95 વોટ જ મળ્યા હતા. લોકસભાની જેમ રાજ્ય સભામાં પણ સપા અને બસપાએ સરકારની નાવ બચાવી લીધી છે.

English summary
The US has welcomed the Indian Parliament’s decision to allow FDI in multi brand retail, noting that this is a win win for all and would deepen economic co operation between the two countries.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X