For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નરેન્દ્ર મોદી વડાપ્રધાન બને તો અમેરિકાને વાંધો નહી: રાઇસ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

વોશિંગ્ટન, 11 ડિસેમ્બર: ચાર રાજ્યોમાં તાજેતરમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં શાનદાર પ્રદર્શન કરનાર ભાજપ અને તેના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીને લઇને અમેરિકામાં વર્ષોથી ચાલી રહેલો વિરોધ ખતમ થવાના આરે છે. યુએસએની પૂર્વ વિદેશ મંત્રી કોંડોલીઝા રાઇસે કહ્યું હતું કે 2002માં ગુજરાતના રમખાણો હવે કોઇ મુદ્દો રહ્યો નથી અને જો નરેન્દ્ર મોદી વડાપ્રધાન બને છે તો અમેરિકાને તેમની સાથે કામ કરવામાં કોઇ વાંધો રહેશે નહી.

એક સમાચાર ચેનલ આપેલા ઇન્ટરવ્યુંમાં કોંડોલીઝા રાઇસે કહ્યું હતું કે 'મને લાગે છે કે અમે જુની વાતોને પાછળ છોડી દિધી છે અને ભવિષ્ય માટે પાયો તૈયાર કરી લીધો છે.' જ્યારે કોંડોલીઝા રાઇસને પૂછવામાં આવ્યું કે આગામી લોકસભાની ચૂંટણી બાદ નરેન્દ્ર મોદી ભારતના વડાપ્રધાન બને છે તો અમેરિકાનું વલણ કેવું રહેશે, આ મુદ્દે કોંડોલીઝા રાઇસે કહ્યું હતું કે ભારત સૌથી મોટો લોકતાંત્રિક દેશ અને જે પણ ભવિષ્યમાં વડાપ્રધાન બનશે, અમેરિકાને તેની સાથે કામ કરવામાં કોઇ વાંધો નહી આવે.

અત્રે ઉલ્લેખનીય છે રિપબ્લિકન સભ્યો જે પિટ્સ અને ફ્રેંક વોલ્ફ દ્વારા પ્રસ્તાવિત હાઉસ રિસોલ્યૂશન 417માં ગત મહિને કહ્યું હતું કે ધાર્મિક આઝાદીનું ઉલ્લેખન કરવાના આધાર પર નરેન્દ્ર મોદીને વિઝા ન આપવાની અમેરિકન સરકારને ભલામણ કરવામાં આવે છે. એવામાં એવો પણ આગ્રહ કરવામાં આવે છે કે બધી પાર્ટીઓ, ધાર્મિક સંગઠન ધાર્મિક શોષણ, ઉત્પીડન અને ધાર્મિક અલ્પસંખ્યકો વિરૂદ્ધ હિંસાનો સાર્વજનિક રીતે વિરોધ કરશે, ખાસકરીને ભારતમાં 2014માં યોજાનારી ચૂંટણીની તૈયારીમાં તેનો વિરોધ થશે.

condoleezza-modi

સદનમાં વિદેશી મુદ્દાઓની સમિતિના અધ્યક્ષ એડ રોયસ, જેની પાસે પ્રસ્તાવ મોકલવામાં આવ્યો હતો અને સપ્તાહના અંતે એક નિવેદન જાહેર કરી બંને દેશ ઘણા સમાન મૂલ્યો અને સામરિક હિતોની આપ-લે કરે છે. આપણે એ વાતનું ધ્યાન રાખવું જોઇએ કે એશિયામાં પુર્નસંતુલન માટે ભારત અમેરિકાનું કેન્દ્ર છે. સદનની વિદેશી મુદ્દાઓની એશિયા પ્રશાંત ઉપસમિતિના રિપબ્લિકન અધ્યક્ષ સ્ટીવ ચેબોટે બે દિવસ પહેલાં પ્રસ્તાવના મૂળ સહપ્રસ્તાવકમાંથી પોતાનું નામ પરત લઇ લીધું.

એશિયા પ્રશાંત ઉપસમિતિમાં સામેલ શીર્ષ ડેમોક્રેટ એની ફેલિઓમાવેગાએ પ્રસ્તાવની ટીકા કરતાં કહ્યું હતું કે પ્રસ્તાવ એ વાત પર ધ્યાન આપવામાં નિષ્ફળ રહ્યો છે કે ભારતની સુપ્રીમ કોર્ટને નરેન્દ્ર મોદી વિરૂદ્ધ કોઇ પુરાવા મળ્યા નથી. યૂએસઆઇએનપીએસીએ કહ્યું હતું કે સમિતિ એ નક્કી કરવામાં કોઇ કસર નહી છોડે કે અમેરિકન કોંગ્રેસ જાણી જોઇને અથવા અજાણતાં ભારતમાં યોજાનારી ચૂંટણીના પરિણામોને પ્રભાવિત ન કરે. સમિતિએ એમ પણ કહ્યું છે કે ભારત સંપ્રભુ રાજ્ય છે અને તેના નાગરિકોને પોતાના નેતા પસંદ કરવાનો અધિકાર છે.

English summary
The Bharatiya Janata Party, riding high on its victory in the recent assembly elections, has more reason to cheer. In a major boost to BJP Prime Ministerial Narendra Modi, former US secretary of state Condoleezza Rice claimed the Gujarat riots were no longer an issue and the US would work with Modi if he became the Prime Minister.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X