અમેરિકા: ફ્લોરિડા ઇન્ટરનેશનલ યુનિવર્સિટીનો પુલ પડ્યો, અનેકની મોત

Posted By:
Subscribe to Oneindia News

અમેરિકાના મિયામીમાં ગુરુવારે ફ્લોરિડા ઇન્ટરનેશનલ યુનિવર્સિટીની પાસે આવેલો એક ફૂટ ઓવર બ્રિઝ પડી ગયો છે. આ પુલના પડવાના કારણે અનેક લોકોની મોત થઇ ગઇ છે. અને કેટલાક લોકો ઇજાગ્રસ્ત પણ થયા છે. ઇજાગ્રસ્ત લોકોને નજીકની હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા છે. સાથે જ ત્યાં કાટમાળ હટાવવા અને કાટમાળથી લોકોને બચાવનું કામ પણ શરૂ કરી દેવામાં આવ્યું છે. ફ્લોરિડા ઇન્ટરનેશનલ યુનિવર્સિટીનો આ પુલ યુનિવર્સિટી અને સ્વીટવોટરને જોડતો હતો. મિયામી મીડિયા દ્વારા વાત કરતા ફ્લોરિડા હાઇવે પેટ્રોલિંગ ટીમના એક પ્રવક્તાએ જણાવ્યું કે આ દુર્ઘટનામાં અનેક લોકોની મોત થઇ છે. પણ હજી સુધી યોગ્ય આંકડા કહેવો મુશ્કેલ છે.

accident

તેમણે કહ્યું કે પુલની નીચે ઓછામાં ઓછા પાંચથી છ વહાનો હતા જે કચડાઇ ગયા છે. ઉલ્લેખનીય છે કે પુલ 174 ફીટ લંબો અને 950 ટન વજન વાળો હતો. અને તેવું પણ કહેવામાં આવે છે કે પુલને શનિવારે જ બનાવવામાં આવ્યો હતો. જો કે હાલ પુલ કેમ કરતા પડી ગયો તે અંગે પૂરતી માહિતી નથી મળી. આ મામલે હાલ તપાસ ચાલી રહી છે. ન્યૂજ એજન્સીના અધિકારીઓનો હવાલો દેતા તેવું જાણવા મળ્યું છે કે આ કાટમાળમાં 8 જેટલી ગાડીઓ ફસાઇ છે. અને લોકોની શોધખોળ અને બચાવનું કામકાજ હાલ ચાલી રહ્યું છે. ભારતમાં તે થોડા દિવસ પહેલા બનાયેલા પુલ પડી ભાંગવાની ઘટનાઓ અનેક વાર બનતી હોય છે. ત્યારે અમેરિકા જેવા દેશમાં પણ થોડા દિવસ પહેલા બનેલા પુલ પડી જાય તે જાણી નવાઇ લાગે છે.

English summary
USA : Florida University bridge collapses several died. Read more on it here.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.