વેનેઝુએલાના રાષ્ટ્રપતિ હયૂગો શાવેઝનું નિધન

કારાકસ, 6 માર્ચ: વેનેઝુએલાના રાષ્ટ્રપતિ હયૂગો શાવેઝનું નિધન થયું છે. કેન્સર સામે ઝઝૂમી રહેલા 58 વર્ષીય હયૂગો શાવેઝે મંગળવારે કારાકસના સૈન્ય હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. વેનેઝુએલાના ઉપ રાષ્ટ્રપતિ નિકોલસ માદુરોએ નેશનલ ટેલિવિઝન તથા રેડિયો પર આ અંગે ઘોષણા કરી હતી. ક્યૂબાથી 18 ફેબ્રુઆરીથી પરત ફર્યા બાદ તે પોતાના અંતિમ બે સપ્તાહ સુધી ડૉક્ટર કાર્લોસ અરવેલો સૈન્ય હોસ્પિટલમાં કેન્સર સામે સંઘર્ષ કરી રહ્યાં હતા.

માદુરોએ જણાવ્યું હતું કે 'રાષ્ટ્રપતિ હયૂગો શાવેઝનું નિધન મંગળવારે સાંજે 4.25 વાગે થયું હતું. 'હયૂગો શાવેઝનું મોત દેશ માટે 'ઐતિહાસિક ક્ષતિ' ગણાવતાં માદુરોએ વેનેઝુએલાના લોકોને શાંતિ બનાવી રાખવા માટે અપીલ કરી છે.

hugo-chvez

એક્ઝ્યૂટિવ કેબિનેટના પ્રમુખ સભ્યોએ સાથે માદુરોએ અન્ય દેશોના મિત્રોનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમને કહ્યું હતું કે આવી દુખદ ઘડીમાં અમારો સાથ આપવા માટે અમે તમારો આભાર વ્યક્ત કરીએ છીએ.'

તેમને દેશના બધા રાજકીય વર્ગોના લોકો સાથે એકસાથે રહેવા માટે અપીલ કરી હતી. તેમને કહ્યું હતું કે 'કોઇપણ પ્રકારની હિંસા કે નફરત ન ફેલાવવા દે, પરંતુ દેશમાં પ્રેમ, શાંતિ અને એકતા તથા અનુશાસન બનાવી રાખશો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X