For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

IS આતંકીઓએ કર્યો અમેરિકન નાગરિકને મારવાનો દાવો

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 16 નવેમ્બર: ઇસ્લામિક સ્ટેટના આતંકવાદીઓની ક્રૂર અને શરમજનક કૃત્ય જારી છે. તાજા ઘટનાક્રમમાં વીડિયો જારી કરીને એક અમેરિકન નાગરિકનું સર કલમ કરવાનો દાવો કર્યો છે. અમેરિકન નાગરિકનું નામ અબ્દૂલ-રહેમાન કાસિગ છે.

બીબીસી અનુસાર, અમેરિકાએ જણાવ્યું છે કે તેઓ વીડિયોની પ્રામાણિકતા તપાસી રહ્યું છે. આ વીડિયો આઇએસ તરફથી જારી કરવામાં આવ્યું આવેલ અન્ય વીડિયોથી એ રીતે અલગ છે કે આમાં ઘણા લોકોના સર કલમ કરતા બતાવવામાં આવ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે આમાં સીરીઆઇ રાષ્ટ્રપતિ બશર અલ-અસદના વિશ્વાસપાત્ર અધિકારી અને પાયલટનો સમાવેશ થાય છે.

isis
કાસિગને પીટરના નામથી પણ ઓળખવામાં આવતો હતો. તેને આતંકવાદીઓએ ગયા વર્ષે કિડનેપ કરી લીધો હતો. અમેરિકાની નેશનલ સિક્યોરિટી કાઉંસિલના પ્રવક્તા બર્નડૈટ મીહાને જણાવ્યું, 'જો આ સત્ય છે તો અમે એક નિર્દોષ અમેરિકનની નૃશંસ હત્યાથી ચકિત છે. અમે તેમના પરિવાર અને મિત્રો પ્રત્યે પોતાની સંવેદના વ્યક્ત કરીએ છીએ.'

કાસિગના માતા-પિતા અમેરિકન પ્રાંત ઇંડિયાનામાં રહે છે. તેમણે ગયા મહિને જ પોતાના પુત્રની એ ચિઠ્ઠી સાર્વજનિક કરી હતી, જેમાં તેણે પોતાની દર્દનાક કૈદને વર્ણન કર્યું હતું.

તે પત્રમાં કાસિગે લખ્યું હતું કે 'આ સૌથી મુશ્કેલ વસ્તુ છે જેમાં કોઇ શખ્સ ક્યારેય પણ પસાર થઇ શકે છે. અત્રે વધુ તણાવ અને ડર છે.'

English summary
Video Claims U.S. Hostage Abdul Rahman Kassig Killed by ISIS
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X