સર્કસના સિંહના પાંજરામાં જવું આ મહિલાને પડ્યું ભારે, વીડિયો બન્યો વાયરલ

lion
લંડન, 26 ઓગષ્ટ: એક મહિલા ટીચરને સિંહના પાંજરમાં ઊતારવી ત્યારે ભારે સાબિત થયું જ્યારે સિંહે આ મહિલા પર જીવલેણ હુમલો કરી દીધો. મહિલા ટીચર રોક્સાના ગુવેરા પોતાના વિદ્યાર્થીઓને માત્ર એ બતાવવા ઇચ્છી રહી હતી કે સિંહ હિંસક પ્રાણી નથી અને માત્ર પોતાની રક્ષા માટે જ તે અન્યની પર તરાપ મારે છે.

પોતાની વાતને સાબિત કરવા માટે તે સર્કસમાં કરતબ બતાવનારા સિંહના પાંજરામાં દાખલ થઇ. પાંજરામાં રિંગ માસ્ટર પણ હાજર હતો જેણે રોક્સાનાને વિશ્વાસ અપાવ્યો હતો કે સિંહની સામે પહેલા પણ ઘણા લોકો આવી ચૂક્યા છે, માટે તેણે ડરવાની કોઇ જરૂર નથી.

રોક્સાના નિર્ભિક થઇને સિંહના પાંજરામાં ઊતરી ગઇ, થોડી જ વારમાં સિંહે એવું કર્યું જેનાથી હંમેશા લોકો ડરે છે. સિંહે રોક્સાનાના ગળા પર હુમલો કર્યો, તેને ગળાથી પકડીને એક તરફ ભાગી ગયો.

રિંગ માસ્ટરે જેમતેમ કરીને આ સિંહના ચુંગાલમાંથી રોક્સાનાને છોડાવી. રોક્સાનાનો જીવ તો બચી ગયો પરંતુ તે ગંભીર રીતે ઘાયલ છે અને તેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.

આ સમગ્ર ઘટનાને આવો જોઇએ વીડિયોમાં...

<center><iframe width="100%" height="338" src="//www.youtube.com/embed/HrWKdUba6Gk" frameborder="0" allowfullscreen></iframe></center>

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X