વીડિયોમાં જુઓ કેવી રીતે પુલ સાથે અથડાઇને નદીમાં ખાબક્યું વિમાન
તાઈપે, 4 ફેબ્રુઆરી: તાઈવાનની રાજધાની તાઈપેમાં એક એવી દુર્ઘટના ઘટી કે જેને જોઈને લોકો અચંબામાં પડી ગયા. આપપણ જોશો તો આપ પણ આશ્ચર્યચકિત થઈ જશો. બન્યું એવું કે તાઈપેમાં યાત્રી પ્લેન ટેકઓફ કરતાની સાથે જ માર્ગ સાથે અથળાઈને નદીમાં જઈ પડ્યું. આ દુર્ઘટનામાં ઓછામાં ઓછા 9 લોકોના મોતની આશંકા છે જ્યારે ઘણા બધા લોકો ઘાયલ થયા છે.

જ્યારે તાઈપેમાં સરકારી પ્રવક્તાએ જણાવ્યુ કે ટ્રાન્સએશિયા એટીઆર 72-600 ટબરેપ્રોપ વિમાન ડોમેસ્ટિક ઊડાન પર હતુ અને તે એક પુલ સાથે અથડાયા બાદ નદીમાં ક્રેસ થઈ ગયું. તેમણે જણાવ્યું કે બચાવ કર્મચારીઓ વિમાનમાં ફસાયેલા લોકો સુધી પહોચવાની કોશીશ કરી રહ્યાં છે.












Click it and Unblock the Notifications
