Video: સલવાર-શૂટ પહેરી રિંગમાં ઉતરી મહિલા પહેલવાન
ડબલ્યૂડબલ્યૂઇમાં ભારતની મહિલા પહેલવાન કવિતા દેવીએ કેવી રીતે વિદેશી પહેલવાન સાથે કુસ્તી લડી તેનો વીડિયો બહાર આવ્યો છે. જેમાં સલવાર શૂટ પહેરી કવિતાએ તેની વિદેશ ફાઇટરની નાકમાં દમ કરી દીધો હતો.
જો તમે વર્લ્ડ રેસલિંગ એન્ટટેનમેન્ટ (WWE) જુવો છો તો તમે ગ્રેટ ખલીની શિષ્યા ભારતીય મહિલા રેસલર કવિતાને તો જાણતા જ હશો. 34 વર્ષીય કવિતાનો પહેલો ફાઇટ વીડિયો WWE જાહેર કર્યો છે. જેમાં તે સલવાર શૂટ અને કમર પર દુપટ્ટો લટકાવીને રિંગમાં ઉતરી છે. અને તે પછી તેણે જે રીતે વિદેશ ફાઇટરને ધૂળ ચટાડી છે તે જોવા લાયક છે. જો કે આ મેચમાં કવિતા પહેલા જ રાઉન્ડમાં હારી બહાર જઇ રહી હતી પણ જ્યાર સુધી તે રિંગમાં હતી તેણે તેના હરિફની મુશ્કેલીઓ જરૂરથી વધારી હતી.

નોંધનીય છે કે કવિતા ગ્રેટ ખલીની શિષ્યા છે. અને ગ્રેટ ખલીએ જ તેને ટ્રેનિંગ આપી છે. આ પહેલા પણ કવિતાના કેટલાક વીડિયો બહાર આવ્યા છે. પણ WWE દ્વારા આ વીડિયો અધિકૃત રીતે બહાર પાડવામાં આવ્યો છે. ત્યારે જુઓ રિંગમાં કેસરી રંગનો સલવાર શૂટ પહેરી કેવી રીતે કવિતા વિદેશી ફાઇટર સાથે કરી રહી છે જોરદાર લડાઇ. જુઓ આ વીડિયો....












Click it and Unblock the Notifications
