વિયેના આતંકી હુમલોઃ ભારતીય દૂતાવાસે ઑસ્ટ્રિયામાં પોતાના નાગરિકોને જારી કર્યુ એલર્ટ
ઑસ્ટ્રિયાની રાજધાની વિયેનામાં થયેલ આતંકી હુમલા બાદ ભારતીય દૂતાવાસે ભારતના નાગરિકને સાવધાન રહેવા માટે કહ્યુ છે.
નવી દિલ્લીઃ ઑસ્ટ્રિયાની રાજધાની વિયેનામાં થયેલ આતંકી હુમલા બાદ ભારતીય દૂતાવાસે ભારતના નાગરિકને સાવધાન રહેવા માટે કહ્યુ છે. ઑસ્ટ્રિયામાં ભારતીય દૂતાવાસ તરફથી કહેવામાં આવ્યુ છે કે અમે વિયેનામાં ભારતીય નાગરિકોની સુરક્ષા માટે સતત અધિકારીઓના સંપર્કમાં છે. બધાને સાવધાની રાખવાની સલાહ આપવામાં આવે છે કારણકે આતંકવાદીઓ હજુ શહેરમાં હોવાની સંભાવના છે.

વિયેનામાં થયેલ બંદૂકધારીઓની અંધાધૂંધ ફાયરિંગમાં પાંચ લોકોના મોતની પુષ્ટિ થઈ ચૂકી છે. વળી, એક હુમલાખોરને પણ પોલિસે મારી દીધો છે. ઓછામાં ઓછા 12 લોકો ઘાયલ જણાવાઈ રહ્યા છે. હુમલા બાદ આખા ઑસ્ટ્રિયામાં એલર્ટ છે. વળી, ઑસ્ટ્રિયાએ નવી દિલ્લીમાં પોતાના દૂતાવાસને સાવચેતી રૂપે 11 નવેમ્બર સુધી બંધ કરી દીધુ છે. ઑસ્ટ્રિયન દૂતાવાસ તરફથી મંગળવારે જારી નિવેદનમાં કહેવામાં આવ્યુ છે કે દૂતાવાસને 11 નવેમ્બર સુધી લોકો માટે બંધ કરવામાં આવી રહ્યુ છે.
ઑસ્ટ્રિયાની રાજધાની વિયેનામાં મંગળવારે ઘણી જગ્યાએ બંદૂકધારીઓએ સામાન્ય લોકોને નિશાન બનાવીને તેમના પર તાબડતોબ ગોળીઓ વરસાવી. હુમલો મધ્ય વિયેનામાં કરવામાં આવ્યો છે. પહેલા એક પૂજા સ્થળ પાસે ગોળીબાર થયો. ત્યારબાદ છ અલગ અલગ સ્થળોએ હુમલો થયો. જે સમયે આ હુમલો થયો એ વખતે લોકો બાર અને રેસ્ટોરાંમાં પોતાના સંબંધીઓ સાથે લૉકડાઉન પહેલાની છૂટનો આનંદ લઈ રહ્યા હતા.
આ હુમલા પર ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દુઃખ વ્યક્ત કર્યુ અને ઑસ્ટ્રિયા સાથે ઉભા રહેવાની વાત કહી. મંગળવારે સવારે પીએમ મોદીએ ટ્વિટ કરીને લખ્યુ કે વિયેનામાં થયેલ નૃશંસ આતંકી હુમલા વિશે જાણીને દુઃખ થયુ. આ દુઃખદ સમયમાં ભારત ઑસ્ટ્રિયા સાથે છે. મારી સંવેદનાઓ પીડિત પરિવાર સાથે છે.












Click it and Unblock the Notifications
