નાઇટ ક્લબના કેમેરામાં કેદ થયું હસતું ભૂત, જુઓ વીડિયો
લંડન, 17 જુલાઇ: શું આપ ભૂતોમાં વિશ્વાસ રાખો છો? જો આપનો જવાબ ના હોય તો આપ બિલકૂલ સાચા પણ છો... કારણ કે ભૂત હોય છે એ વાતને કોઇ સિદ્ધ નથી કરી શક્યું. પરંતુ ક્યારે ક્યારેક કેટલીક વસ્તુઓ આપની આસ-પાસ એવી બની જતી હોય છે કે જેની પર ન ઇચ્છતા પણ આપે વિશ્વાસ કરવો પડે છે જેનો જવાબ લાખ શોધવાથી પણ મળતો નથી.
હવે આપ વિચારી રહ્યા હશો કે અમે બેબાકળી વાતો કરી રહ્યા છીએ પરંતુ વાત જાણે એમ છે કે પાછલા દિવસોમાં બ્રિટેનની મેનચેસ્ટર સિટીના એક નાઇટ ક્લબમાં ભૂત જોવામાં આવ્યું. આ ભૂત ક્લબના સીસીટીવીમાં કેદ થઇ ગયુ ત્યારુપછી આખા શહેરમાં ચકચાર મચી જવા પામી છે.

આ વાતથી ક્લબના માલિક સાઇમન એલિસન ખૂબ જ પરેશાન છે, તેમને લાગે છે કે આ વીડિયોમાં કંઇ છેડછાડ કરવામાં આવી છે પરંતુ આ વાતથી કોઇ ઇનકાર નથી કરી શકાતો કે આ વાત ખૂબ જ ભયભીત કરનારી છે કે જેના બાદ તેમનીં ઊંઘ ઊડી ગઇ છે.
જુઓ વીડિયો...












Click it and Unblock the Notifications
