For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અમેરિકા બેજવાબદાર નથીઃ બરાક ઓબામા

By Super
|
Google Oneindia Gujarati News

barack_obama
વોશિંગટન, 15 જાન્યુઆરીઃ રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ કહ્યું કે, અમેરિકા કોઇ બેજવાબદાર દેશ નથી અને આ સાથે જ તેમણે દેવાનો સમય વધારવા માટે કોંગ્રેસને આગ્રહ કર્યો છે. તેમણે એ વાત પણ સ્પષ્ટ કરી કે આ મુદ્દે તે વિપક્ષી રિપબ્લિકન સાથે કોઇ વાતચીત નહીં કરે.

ઓબામાએ પોતાના પ્રથમ કાર્યકાળના અંતિમ સંવાદદાતા સમ્મેલનમાં સોમવારે કહ્યું કે, દેવાનો સમય વધારવોએ વધુ ધન ખર્ચનું કોઇ લાઇસેન્સ નથી. તેમણે કહ્યું કે તેના બદલે નાણામંત્રીને અનુમતિ આપશે કે તે સાંસદો દ્વારા પહેલા સ્વીકૃત નાણાનું જવાબદેહીઓને ચુકવણી કરે.

ઓબામાએ કહ્યું કે, અમેરિકા આ કોંગ્રેસની સાથે છે આ મુદ્દે વધુ એક ચર્ચા કરી શકાય નહી કે લંબિત બીલોની ચૂકવણી કરવામાં આવી જોઇએ. અમે કોઇ ગેરજવાબદાર દેશ નથી.

પરંતુ પ્રતિનિધિ સભા પર નિયંત્રણ કરનારા રિપબ્લિકન પોતાના રૂખ પર અટલ જોવા મળ્યા અને તેમણે કહ્યું કે તે દેવાનો સમય વધારવાની વાતને ત્યાં સુધી સમર્થન નહીં કરે, જ્યાં સુધી ખર્ચમાં કાપની સાથે તેનું સંતુલન બેસાડવામાં ના આવે.

રિપબ્લિકનના સદનમાં સભાપતિ જ્હોન બોહનરે ઓબામાની ટિપ્પણી પર પોતાની પ્રતિક્રિયામાં કહ્યું કે, દેવાનો સમય વધારવાના પરિણામ સ્પષ્ટ છે, પરંતુ ખર્ચની પોતાની સમસ્યાનું નિરાકરણ નહીં કરવાના કારણે થયું છે.

English summary
Declaring that America is not a deadbeat nation, President Barack Obama has asked the US Congress to raise the debt ceiling while making it clear that he would not negotiate with the opposition Republicans over the issue.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X