મોરબી દુર્ઘટના પર ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે શું કહ્યું? જાણો
ગુજરાતના મોરબીમાં કેબલ બ્રિજ તુટી પડવાની દુર્ઘટના બની હતી. 30 ઓક્ટોમ્બરે બનેલી આ ઘટનામાં 135થી વધારે લોકોનુ મોત થયુ હતુ. આ બાદ રાજ્યના મુખ્યમંત્રી દુર્ઘટના સ્થળે પહોંચી ગયા હતા. આ ઉપરાંત દેશના અન્ય નેતાઓએ પણ આ દુર્ઘટના સ
ગુજરાતના મોરબીમાં કેબલ બ્રિજ તુટી પડવાની દુર્ઘટના બની હતી. 30 ઓક્ટોમ્બરે બનેલી આ ઘટનામાં 135થી વધારે લોકોનુ મોત થયુ હતુ. આ બાદ રાજ્યના મુખ્યમંત્રી દુર્ઘટના સ્થળે પહોંચી ગયા હતા. આ ઉપરાંત દેશના અન્ય નેતાઓએ પણ આ દુર્ઘટના સ્થળની મુલાકાત લીધી હતી. આ બાદ પીએણ મોદીએ પણ આજે ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી તથા ઘાયલોને મળી તેમના હાલચાલ પુછ્યા હતા. આ ઘટના પર ઘણા વિદેશના નેતાઓએ પોતોની પ્રતિક્રીયા આપી હતી તથા પીડિત પરીવારોને સાંત્વના આપી હતી. આ સાથે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે આ મામલે નિવેદન આપ્યુ છે.

શી જિનપિંગે મોકલ્યો શોક સંદેશ
સતત ત્રીજી વખત ચીનના રાષ્ટ્રપતિ બનનાર શી જિનપિંગે મોરબી બ્રિજ દુર્ઘટના અંગે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને શોક સંદેશ પાઠવ્યો છે. ચીનના સત્તાવાર રાજ્ય પ્રસારણકર્તા સીસીટીવીએ અહેવાલ આપ્યો છે કે ચીની રાષ્ટ્રપતિએ ભારતના વડા પ્રધાન અને રાષ્ટ્રપતિને શોક સંદેશ મોકલ્યો છે. તેમના શોક સંદેશમાં શી જિનપિંગે લખ્યું છે કે, "ચીની સરકાર અને ચીનના લોકો વતી હું પીડિતો પ્રત્યે મારી ઊંડી સંવેદના અને તેમના પરિવારો અને ઘાયલો પ્રત્યે અમારી ઊંડી સંવેદના વ્યક્ત કરવા માંગુ છું." રોઈટર્સ ન્યૂઝ એજન્સીના જણાવ્યા અનુસાર મોરબી બ્રિજ દુર્ઘટનામાં મૃત્યુઆંક વધીને 135 થઈ ગયો છે, જ્યારે ગુમ થયેલા લોકોની શોધખોળ હજુ ચાલુ છે. ઉલ્લેખનિય છેકે અમદાવાદના ઓરેવા ફાર્મની ઓફિસને તાળું મારી દેવામાં આવ્યું છે. તેની તસવીરો સામે આવી છે. તમને જણાવી દઈએ કે આ પહેલા અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેન પણ મોરબી બ્રિજ દુર્ઘટના પર શોક વ્યક્ત કરી ચૂક્યા છે.

જો બિડેને જતાવ્યુ દુખ
મોરબી દુર્ઘટના અંગે યુએસ પ્રમુખ જો બિડેને જણાવ્યું હતું કે, તેઓ અને તેમની પત્ની જીલ બિડેન ભારતમાં પુલ તૂટી પડવાના કારણે તેમના પ્રિયજનોને ગુમાવનારા પરિવારો પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરે છે. આ દુખદ ઘડીમાં અમે ભારતના લોકો સાથે ઉભા છીએ. અગાઉ ગુજરાતમાં મોરબી બ્રિજ દુર્ઘટનાને કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા ગંભીરતાથી લેવામાં આવી છે. સોમવારે ગુજરાતના રાજભવનમાં પીએમ મોદીની અધ્યક્ષતામાં ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ હતી. જેમાં ગુજરાત સરકારના અધિકારીઓ સહિત CM ભૂપેન્દ્રસિંહ પટેલ હાજર રહ્યા હતા. આ દુર્ઘટના પર મુખ્યમંત્રીએ 2 નવેમ્બરે રાજ્ય શોકની જાહેરાત કરી છે. આ દિવસે ગુજરાતમાં રાષ્ટ્રધ્વજ અડધે લહેરાવવામાં આવશે. તે જ સમયે, રાષ્ટ્રપતિ બિડેને કહ્યું કે, "વોશિંગ્ટન આ મુશ્કેલ સમયમાં ભારતની સાથે રહેશે અને દુર્ઘટનાથી પ્રભાવિત લોકોને સમર્થન આપશે." બિડેને તેમના ટ્વિટમાં લખ્યું, "જીલ અને હું પરિવારો પ્રત્યે અમારી ઊંડી સંવેદના પાઠવીએ છીએ, જેઓ. ભારતમાં પુલ તૂટી પડવાની ઘટના દરમિયાન તેમના પ્રિયજનોને ગુમાવ્યા. જેના કારણે તેઓ ગુજરાતમાં દુઃખની ઘડીનો સામનો કરી રહ્યા છે. આ અકસ્માતમાં ઘણા લોકોએ જીવ ગુમાવ્યા છે."

એન્ટની બ્લિંકને શોક વ્યક્ત કર્યો
બિડેન ઉપરાંત, યુએસ સેક્રેટરી ઓફ સ્ટેટ એન્ટની બ્લિંકને પણ ગુજરાતના મોરબીમાં સસ્પેન્શન બ્રિજ તૂટી પડવાના કારણે થયેલા મૃત્યુ અંગે શોક વ્યક્ત કર્યો હતો અને પીડિતો અને તેમના પરિવારો પ્રત્યે તેમની ઊંડી સંવેદના વ્યક્ત કરી હતી. તેમણે પોતાના ટ્વીટમાં લખ્યું છે કે, "ગુજરાતના મોરબીમાં એક ઝુલતા પુલના દુ:ખદ પતનથી અમને ખૂબ જ દુઃખ થયું છે. અમારું હૃદય ભારતના લોકો સાથે છે, અને અમે પીડિતો અને તેમના પરિવારો પ્રત્યે અમારી ઊંડી સંવેદના વ્યક્ત કરીએ છીએ. યુનાઈટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકા આ મુશ્કેલ સમયમાં ભારતીયોની સાથે ઉભા છીએ."












Click it and Unblock the Notifications
