ISISના છક્કા ઉડાવી રહી છે, રૂસની સૌથી ખતરનાક સ્પેશિયલ ફોર્સ
રૂસની સેનાએ સિરીયામાં ISISના આતંકીઓ વિરૂદ્ધ હુમલા વધુ તેજ કરી દીધા છે. રૂસે સિરીયામાં પોતાના સૌથી શ્રેષ્ઠ જેટ્સને ડીપ્લોય કર્યા છે. સાથે જ રશિયન આર્મીની સ્પેશિયલ ફોર્સ સ્પેતસ્નૈજને પણ તૈનાત કરી દીધી છે.
સ્પેતસ્નૈજ ફોર્સને માત્ર રૂસની જ નહિં પણ દુનિયાની કેટલીક ખતરનાક ફોર્સીસમાંથી એક માનવામાં આવે છે. આ ફોર્સ અમેરિકાની તે નેવી સીલ ફોર્સ કરતા પણ વધુ ખતરનાક માનવામાં આવે છે જેણે અલ કાયદાના પ્રમુખ ઓસામા બિન લાદેનનો સફાયો કર્યો હતો.
અફઘાનિસ્તાનની સોવિયત વોર હોય કે પછી ચેચેન આતંકીઓને સાફ કરવાની વાત હોય, સ્પેતસ્નૈજે દરેક મોર્ચે સફળતા હાંસલ કરી છે. એક નજર નાખો આ ફોર્સની કેટલીક ખાસ વાતો પર કે જે સાચે જ તમને હેરાન કરી દેશે.

લક્ષ્ય-આંતકીઓના ખાત્મો
આ ફોર્સના હ્રદયમાં આતંકીઓ અને જેહાદીઓ માટે કોઇ જગ્યા નથી. ચેચેન્યાના ખુની સંઘર્ષ દરમ્યાન કંમાન્ડોને એ રીતે તૈયાર કરવામાં આવ્યા હતા, કે તેઓ કોઇ પણ હાલતમાં જેહાદીઓને ભાગવામાં સફળ ન થવા દે.

દુનિયામાં સૌથી પડકારજનક ટ્રેનિંગ
સ્પેતસ્નૈજની ટ્રેનીંગ અમેરિકી નેવી સીલની ટ્રેનીંગની તુલનામાં વધુ ખતરનાક અને કઠિન હોય છે.

હાથના હથિયારોથી કામ તમામ
આ દુનિયાની એવી ફોર્સ છે, જેના કંમાડોને એવી ટ્રેનીંગ આપવામાં આવે છેકે તેમની પાસે જે પણ હથિયારો હોય તેનાથી બસ માત્ર દુશ્મનનો ખાત્મો જ કરી દે

હથિયાર
આ ફોર્સ પાસે AKS-74U કાર્બાઇન, AK-9 અસોલ્ટ રાઇફલથી લઇને PP-19 બાઇજોન સબમશીન ગન સુધીના હથિયારો હોય છે.

સ્પેશિયલ નાઇફ સૌથી અગત્યની
આ ફોર્સની પાસે ગમે તેટલા મોર્ડન હથિયારો હોય પણ NRS-2 સર્વિવાઇલ નાઇફ સૌથી અગત્યની હોય છે. આ માત્ર નાઇફ નથી પણ જરૂર પડે ત્યારે સિંગલ શોટ ફાયરીંગ પણ કરી શકે છે.

વર્ષ 1938માં સ્પેશિયલ ફોર્સનો આવ્યો હતો આઇડિયા
રૂસમાં વર્ષ 1938માં સ્પેશિયલ ફોર્સનું ગઠન કરવા માટે વિચારવામાં આવ્યું હતુ.

ગ્રાન્ડ ફાધર ઓફ સ્પેતસ્નૈજ
ઇલ્યા સ્તારિનોવને આ ફોર્સના ગ્રાન્ડ ફાધર તરીકે ઓળખવામાં આવે છે.

કેટલા ભાગ
રૂસમાં આર્મી, એરફોર્સ, અને નેવી પાસે પોત પોતાના સ્પેતસ્નૈજ યુનિટ્સ છે.

સ્પેશિયલ ઓપરેશન
આ ફોર્સે ઘણા ઓપરેશન સફળતાપૂર્વક પાર પાડ્યા છે.

હથિયારોની પસંદગી સમજી વિચારીને
આ ફોર્સ માટે હથિયારોની પસંદગી સમજી વિચારીને કરવામાં આવે છે. હથિયારોની પસંદગી કરતી વખતે સ્પેશિયલ મિલીટ્રી ઓપરેશનમાં તેની યોગ્યતાને પરખવામાં આવે છે.












Click it and Unblock the Notifications
