Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

અફઘાનિસ્તાન પર હુમલો કરવા અમેરિકાને કયો દેશ સૈન્ય એરપોર્ટ આપશે? ઈમરાન ખાન ફસાયા

અફઘાનિસ્તાન પર હુમલો કરવા અમેરિકાને કયો દેશ સૈન્ય એરપોર્ટ આપશે? ઈમરાન ખાન ફસાયા

અમેરિકી સૈન્ય સંપૂર્ણપણે અફઘાનિસ્તાનમાંથી જઈ ચૂક્યું છે અને તાલિબાને અફઘાનિસ્તાનની પૂર્ણ આઝાદીનું એલાન કરી દીધું છે. પરંતુ અફઘાનિસ્તાનમાં હાલના આતંકી સંગઠનોને અમેરિકાએ ચેતવણી આપતા કહ્યું કે તેઓ ગમે ત્યારે પોતાની મરજીથી અફઘાનિસ્તાનમાં એરસ્ટ્રાઈક કરી શકે છે. પેંટાગને કહ્યું કે તેઓ અફઘાનિસ્તાનમાં ડ્રોન હુમલો કરવો ચાલુ રાખશે.

જણાવી દઈએ કે અમેરિકન આર્મી અફઘાનિસ્તાનથી પરત પોતાના દેશ જવાનું શરૂ કર્યા બાદથી તાલિબાન અમેરિકામાં ફરી સક્રિય થઈ ગયું હતું અને અફઘાનિસ્તાનના એક પછી એક પ્રાંત કરી સમગ્ર અફઘાન પર કબજો જમાવીને હવે પોતાની સરકાર બનાવી લીધી છે.

અફઘાનિસ્તાનમાં ડ્રોન હુમલો

અફઘાનિસ્તાનમાં ડ્રોન હુમલો

સંયુક્ત રાજ્ય અમેરિકાએ અફઘાનિસ્તાન છોડ્યાના એક દિવસ બાદ અમેરિકી રક્ષા મંત્રાલય પેંટાગને મંગળવારે કહ્યું કે તેઓ ઈસ્લામિક સ્ટેટ-ખોરાસન અને દક્ષિણ એશિયાઈ દેશોમાં સક્રિય અન્ય આતંકવાદી સમૂહો સામે ડ્રોન હુમલા કરવાનું ચાલુ રાખશે. ઈસ્લામિક સ્ટેટ-ખોરાસન એજ આતંકી સંગઠન છે, જેણે પાછલા અઠવાડિયે કાબુલ એરપોર્ટ પર હુમલો કર્યો હતો, જેમાં ઓછામાં ઓછા 169 અફઘાન અને 13 અમેરિકી સેવા સભ્ય મૃત્યુ પામ્યા હતા. હુમલા બાદ અમેરિકાએ પણ આઈએસઆઈએસના પ્લાનર અને માસ્ટરમાઈન્ડ અને એક સંદિગ્ધ આત્મઘાતી કાર હુમલાખોર સામે ડ્રોન હુમલા સાથે જવાબી કાર્યવાહી કરી.

અમેરિકાએ શું કહ્યું?

અમેરિકાએ શું કહ્યું?

ફૉક્સ ન્યૂજ મુજબ પેંટાગનના પ્રેસ સચિવ જૉન કિર્બીએ કહ્યું કે, "અમારી પાસે અમારા રાષ્ટ્રીય સુરક્ષા હિતોની રક્ષા અને બચાવ સુનિશ્ચિત કરવાની પૂરી ક્ષમતા રહેલી છે." કિર્બીએ કહ્યું કે, "અમે તમને આશ્વસ્ત કરવા માંગીએ છીએ કે અમે જ્યારે ઈચ્છીએ ત્યારે આવા પ્રકારની તાકાતો સામે ઓપરેશન ચલાવવામાં સક્ષમ છીએ, અમે અમારા ઓપરેશન ક્ષમતાને બનાવી રાખશું અને અમારી ક્ષમતા હજી પણ ડ્રોન હુમલો કરવાની અથવા એરસ્ટ્રાઈક કરવાની યથાવત છે." તેમણે કહ્યું કે, 'અમે અમારી ક્ષમતાને બનાવી રાખશું અને જો જરૂરત પડી તો અમે તેનો ઉપયોગ કરશું.' તમને જણાવી દઈએ કે અમેરિકાના અફઘાનિસ્તાનથી આખરી બચેલા સૈનિકોને પાછા બોલાવી લીધા બાદ મોડી રાતે અમેરિકાનું સૌથી લાંબુ યુદ્ધ સમાપ્ત થઈ ગયું છે. પરંતુ અમેરિકાના દાવા બાદ ઈમરાન ખાન ઘેરાઈ ગયા છે.

કેમ ઘેરાયા ઈમરાન ખાન?

કેમ ઘેરાયા ઈમરાન ખાન?

જણાવી દઈએ કે અમેરિકાની આતંકી સંગઠનોને આપવામાં આવેલી ધમકી બાદ હવે પાકિસ્તાનમાં ઈમરાન ખાન પર સવાલો ઉઠી રહ્યા છે કે શું પાકિસ્તાને અમેરિકાને સૈન્ય એરપોર્ટ આપી દીધું છે. કેમ કે સવાલ એવો છે કે જો અફઘાનિસ્તાનમાં અમેરિકા ડ્રોન અટેક અથવા એરસ્ટ્રાઈક કરે છે, તો પછી અમેરિકા ક્યાંથી હુમલો કરશે? અમેરિકાને કયો દેશ સૈન્ય એરપોર્ટ આપી રહ્યું છે. પાકિસ્તાન સિવાય અમેરિકાને કયો દેશ અફઘાનિસ્તાન પર હુમલો કરવા માટે સૈન્ય એરપોર્ટ આપશે? આ કેટલાક એવા સવાલો છે જે તેજીથી પાકિસ્તાનમાં ઉઠી રહ્યા છે. પાકિસ્તાનના પૂર્વ ડિપ્લોમેટ જફર હિલાલીએ પણ ઈમરાન સરકારને સ્થિતિ સ્પષ્ટ કરવા કહ્યું છે. જ્યારે પાછલા ચાર દિવસમાં અફઘાનિસ્તાનથી સૈંકડો અમેરિકી સૈનિકો ઈસ્લામાબાદ આવ્યા છે તેથી પણ લોકો શંકા જતાવી રહ્યા છે, જેને લઈ ઈમરાન સરકાર ખરાબ રીતે ઘેરાઈ ગઈ છે.

ISIS સામે અમેરિકા

ISIS સામે અમેરિકા

મંગળવારે એક ભાષણમાં અમેરિકી પ્રેસિડેન્ટ જો બિડેને ISIS-ખુરાસન સામે પોતાનું સખ્ત વલણ દોહરાવ્યું. જો બિડેને કહ્યું કે, 'ISIS-K વિરુદ્ધ અમારું ઓપરેશન હજી પૂરું નથી થયું અને એ લોકોને અમે શિકાર કરતા રહીશું.' એવામાં સવાલ ઉઠે છે કે શું અમેરિકા અને પાકિસ્તાન વચ્ચે અંદરખાને કોઈ ડીલ થઈ ગઈ છે? અને શું અમેરિકા એટલે જ આતંકવાદી સંગઠનોને વારંવાર ધમકીઓ આપી રહ્યું છે, કેમ કે તેણે ખુદને ફરીથી પાકિસ્તાનમાં સ્થાપિત કરી લીધા છે?

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X