યૂરોપના દેશો કોરોના સંક્રમણના નિયંત્રણના ઉપાયો સહેલા કરેઃ WHO
યૂરોપના દેશો કોરોના સંક્રમણના નિયંત્રણના ઉપાયો સહેલા કરેઃ WHO
નવી દિલ્હીઃ વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના ડાયરેક્ટર જનરલ ટેડ્રોસ એડનોમ ગેબ્રીસસે યૂરોપના દેશોને કોરોના સંકટ વચ્ચે અપીલ કરી છે કે તેઓ લોકોનો ટેસ્ટ કરે, તેમને આઈસોલેટ કરે અને બધાનો ઈલાજ કરે, પરંતુ આની સાથે જ કોરોનાના નિયંત્રણ માટે ઉપાયોને પણ આસાન કરવામાં આવે. તેમણે કહ્યું કે યૂરોપમાં કોરોના વાયરસ સંક્રમણના મામલા ઘટી રહ્યા છે, અમે છતાં પણ અમારી અપીલને યથાવત રાખીએ છીએ કે તમામ દેશ લોકોને ટ્રેસ કરે, ટેસ્ટ કરે અને તેમનો ઈલાજ કરે. આ લોકોના સંપર્કમાં આવેલ લોકોને પણ ટ્રેસ કરે જેથી સતત સંક્રમણ ઘટતું રહે.

ટેડ્રોસે કહ્યું કે આ વાતમાં કોઈ શંકા નથી કે લૉકડાઉન અને સોશિયલ ડિસ્ટેન્સિંગને કારણે કેટલાય દેશોમાં કોરોના વાયરસનું સંક્રમણ ઘટ્યું છે, પરંતુ હજી પણ આ વાયરસ બહુ ખતરનાક છે. શરૂઆતી તથ્ય આ વાતની તરફ ઈશારો કરે છે કે દુનિયાની અડધાથી વધુ વસ્તી આ વાયરસના સંક્રમણના સંદિગ્ધ છે. કોરોના મહામારી ખત્મ કરવા માટે દુનિયાએ એકજુટ થઈ સાથે ઉભું રહેવું પડશે. તમામ દેશોએ સ્વાસ્થ્ય સેવાઓ સારી કરવાની જરૂરત છે.
એક ટ્વીટ કરી ટેડ્રોસે લખ્યું કે સોમવાર સુધી યૂરોપમાં કોરોના વાયરસના કુલ સંક્રમિત મામલા 1341851 છે, જ્યારે 122218 લોકોના આનાથી મોત થયા છે. જ્યારે દુનિયાભરમાં કોરોના વાયરસ સંક્રમણના મામલા 2878196 છે, જ્યારે 198668 લોકોના મોત થઈ ગયા છે. જ્યારે અમેરિકામાં સતત સેંકડો લોકોના દરરોજ મોત થઈ રહ્યા છે. અહીં પાછલા 24 કલાકમાં 1303 લોકોના કોરોના વાયરસને પગલે મોત થયા છે.
વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને શનિવારે કહ્યું હતું કે એવું કોઈ સબુત કે સ્ટડી નથી જે સાબિત કરી શકે કે કોરોના સંક્રમણથી ઠીક થઈ ચૂકેલ વ્યક્તિને બીજીવાર સંક્રમણ નહિ થાય. ડબલ્યૂએચઓએ આ વાત પ્રચલિત થઈ રહેલી પ્લાઝ્મા થિયોરીને લઈને કહી હતી, જેમાં કહેવામાં આવી રહ્યું છે કે એકવાર કોરોનાથી ઠીક થઈ ગયા છે, તેના શરીરે કોરોના સામે લડવાની પ્રતિરોધક ક્ષમતા વિકસિત કરી લીધી છે, તે સુરક્ષિત છે અને બીજીવાર તે સંક્રમિત થવાની સંભાવના નથી. ડબલ્યૂએચઓએ આ વિશે એક ટ્વીટ કર્યું હતું કે આવા લોકોને જોખમ મુક્ત ના કહી શકાય.
-
Gujarat Weather: હવે કમોસમી વરસાદની શક્યતા નહિવત, આગામી દિવસોમાં વધશે ગરમી, જાણો હવામાન વિભાગની આગાહી -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
ગુજરાતના હાઈવે પર હવે નહીં લાગે લાઈનો, વધુ 24 ટોલ પ્લાઝા બનશે બેરિયર-લેસ -
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું?










Click it and Unblock the Notifications
