યુદ્ધમાં યૂક્રેન સામે હાર મળશે તો પુતિનું પત્તું કપાશે? રશિયાના આગલા પ્રેસિડેન્ટ કોણ બનશે?
યુદ્ધમાં યૂક્રેન સામે હાર મળશે તો પુતિનનું પત્તું કપાશે? રશિયાના આગલા પ્રેસિડેન્ટ કોણ બનશે?
યૂક્રેન પર રશિયન આક્રમણ બાદ રશિયાએ આખી દુનિયાના વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે અને જેટલા પ્રતિબંધ લગાવવામાં આવ્યા છે તેને જોતાં એક્સપર્ટ્સનું માનવું છે કે રશિયાની સ્થિતિ આગામી દિવસોમાં સીરિયા, લીબિયા અથવા તો અફઘાનિસ્તાન જેવી થઈ શકે છે અને જો આવું થાય તો પછી પ્રેસિડેન્ટ પુતિન માટે સ્થિતિ બગડતાં વાર નહીં લાગે અને રશિયા જેવો દેશ, જ્યાં લોકતંત્ર નામની ચીજ નથી અને સત્તાવાદી તાકાતો હંમેશા સરકારનો તખ્તોપલટ કરતી રહે છે, ત્યારે પ્રેસિડેન્ટ પુતિનની સત્તાની તખ્તાપલટની વાતથી પણ કોઈ ઈનકાર ના કરી શકાય. એવામાં જો પુતિનને હટાવવામાં આવે તો પછી રશિયાનું શાસન કોના હાથમાં આવી શકે છે અને રશિયાનો આગલો પ્રેસિડેન્ટ કોણ બની શકે છે?

પુતિનની ખુરશી ખતરામાં
જ્યારે રશિયન પ્રેસિડેન્ટ વ્લાદિમીર પુતિને પોતાના સેના પ્રમુખને પોતાના પરમાણુ ફોર્સને એક્ટિવ કરવાનો આદશ આપ્યો, ત્યારે પહેલીવારમાં તેમના સેના પ્રમુખ પણ દંગ રહી ગયા. પુતિને સ્પષ્ટ કરી દીધું કે, જો નાટો દેશ યૂક્રેનની મદદ કરવાની કોશિશ કરે છે તો પછી તેઓ પરમાણુ હથિયારોનો ઉપયોગ કરવામાં જરાય સંકોચ નહીં રાખે. પિતનના આદેશથી રશિયન સેનાના કેટલાય વરિષ્ઠ અધિકારીઓ સહેમત નથી અને પશ્ચિમી દેશોના અત્યંત સખ્ત પ્રતિબંધોએ રશિયન અર્થવ્યવસ્થાને વિકલાંગ બનાવવાની કગાર પર આવીને ઉભી રાખી દીધી છે, તો શું ખબર... કાલે પુતિન જેવો જ કોઈ સત્તાવાદી નેતા, પુતિનને સત્તાથી બરખાસ્ત કરી દે.

સર્ગેઈ શોયગુ- રશિયાના રક્ષામંત્રી
સર્ગેઈ શોયગુ, જેઓ હાલ રશિયાના રક્ષા મંત્રી પણ છે, તેઓ પ્રેસિડેન્ટ પુતિન બાદ રશિયાના બીજા સૌથી લોકપ્રિય રાજનેતા મનાય છે અને જ્યારે પુતિને ન્યૂક્લિયર ફોર્સને એક્ટિવ કરવાનો આદેશ આપ્યો હતો તો સર્ગેઈ સોયગુ પણ દંગ રહી ગયા હતા. પૂર્વી રશિયામાં રહેતા રક્ષા મંત્રી સર્ગેઈ શોયગુએ યૂક્રેનમાં રશિયન હુમલાને આયોજિત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. જ્યારે પ્રેસિડેન્ટ પુતિને ન્યૂક્લિયર ડેટરેંટ ફોર્સને એક્ટિવ કરવાનો આદેશ આપ્યો હતો તે સમયે રશિયાના સેના પ્રમુખ વાલેરી ગેરાસિમોવની સાથોસાથ રક્ષામંત્રી સર્ગેઈ શોયગુનો ચહેરો કેમેરામાં કેદ થઈ ગયો હતો અને તેમના ચહેરા પર સ્તબ્ધતા સ્પષ્ટ જોઈ શકાતી હતી. સર્ગેઈ શોયગુને વર્ષ 2012માં કોઈ સૈન્ય અનુભવ ના હોવા છતાં પોતાની ભૂમિકા નિભાવી હતી અને 2014માં યૂક્રેનની જ ક્રીમિયા પર રશિયન આક્રમણનું નેતૃત્વ કર્યું હતું. સર્ગેઈ શોયગુ, પ્રેસિડેન્ટ પુતિનના બહુ નજીકના મનાય ચે અને ઈતિહાસ સાક્ષી રહ્યો છે, સૌથી નજીકના સખ્સે જ સૌથી વધુ વખત સત્તાનો તખ્તો પલટી નાખ્યો છે.

રશિયાના સૌથી મોટા સૈન્ય નેતા મનાય છે
પોર્ટ્સમાં કહેવામાં આવ્યું કે બીજા વિશ્વ યુદ્ધમાં નાજી જર્મનીને હરાવનાર જનરલ જ્યોર્જ જુકોવ બાદથી રક્ષા મંત્રી સર્ગેઈ શોયગુને રશિયાના સૌથી મોટા સૈન્ય નેતા માનવામાં આવે છે. જો કે યૂક્રેન યુદ્ધમાં જો રશિયા જીતી જાય ચે તો તેની જવાબદારી પુતિનની સાથોસાથ શોયગુની પણ હશે, પરંતુ તેમણે પુતનની સરખામણીમાં વધુ વ્યાવહારિક કહેવામાં આવે છે અને તેઓ સત્તામાં આવ્યા બાદ પશ્ચિમી દેશો સાથે રશિયા ફરીથી સંબંધો વિકસાવવાની કોશિશ કરી શકે છે અને આર્થિક પ્રતિબંધોમાં ફસાયેલ રશિયાને બહાર કાઢવાની કોશિશ કરી શકે છે. મેનચેસ્ટર વિશ્વવિદ્યાલયમાં રસિયન સ્ટડીના પ્રોફેસર વેરા ટૉલ્જ જિલિટિંકેવિકે મેલઑનલાઈનને આપેલા એક ઈન્ટર્વ્યૂમાં કહ્યું કે, તેઓ હાલ બહુ મોટા શક્તિશાળી વ્યક્તિ છે અને તેમને વ્યવહારિક વ્યક્તિ તરીકે માનવામાં આવે છે અને તેઓ પુતિન સામે એક સારા વિકલ્પ સાબિત થઈ શકે છે. તેમણે કહ્યું કે, 'આપણે જે પરિસ્થિતિ (તખ્તપલટો)ની વાત કરી રહ્યા છીએ, એ એવા સમયે થશે, જ્યારે રશિયન સેના યૂક્રેનમાં હારી ગઈ હોય અને આવી સ્થિતિમાં શોયગૂ આવું કહી શકે છે કે તેમને યુદ્ધમાં ફસાવવામાં આવ્યા હતા અને આ પુતિનની વિરુદ્ધ જઈ શકે છે.'

નિકોલાઈ પેત્રુશેવ- રશિયાના સુરક્ષા પરિષદના સચિવ
નિકોલાઈ પેત્રુશેવ પણ રશિયાના તાકાતવર શખ્સિયતમાંના એક છે અને રશિયા ખુફિયા એજન્સી એફએસબીના પૂર્વ પ્રમુખ છે અને હાલ રશિયા સુરક્ષા પરિષદના સચિવ છે. સુરક્ષા પરિષદના સચિવ નિકોલાઈ પેત્રુશેવ વિશે કહેવામાં આવે છે કે તેઓ દુનિયામાં બનતાં ષડયંત્રો, પ્લાનિંગ્સ અને ગુપ્ત નીતિઓ ઊંડાણથી જાણે અને સમજે છે. રશિયન ગુપ્તચર એજન્સી એફએસબીનું જ પૂર્વ નામ કેજેવી હતું, જેના પ્રમુખ ખુદ વ્લાદિમીર પુતિન રહી ચૂક્યા છે, આ હિસાબે સમજવું આસાન છે કે નિકોલાઈ પેત્રુશેવ પાસે કેટલી તાકાત હોય શકે છે. નિકોલાઈ પેત્રુશેવ પણ એક તાનાશાહની જેમ જ વ્યવહાર કરે છે અને વર્ષ 2006માં જ્યારે રશિયન ગુપ્તચર એજન્સી એફએસબીના પ્રમુખ હતા તો તે સમયે તેમના પર રશિયાના પૂર્વ એજન્ટ એલેક્ઝાંડર લિટ્વિંનેકોને પોલોનિયમ ઝેર આપી મારવાનો આદેશ આપવાનો આરોપ લાગ્યો હતો. તે સમયે એજન્ટ એલેક્ઝાંડર લિટ્વિનેંકોએ રશિયા સામે વિદ્રોહ છેડી દીધો હતો અને ભાગીને બ્રિટેન ચાલ્યા ગયા હતા. તપાસમાં ઝેર આપવાના આરોપની પુષ્ટિ થઈ હતી.

વાલેરી ગેરાસિમોવ- રશિયાના સેના પ્રમુખ
વાલેરી ગેરાસિમોવને પ્રેસિડેન્ટ પુતિને વર્ષ 2012માં રશિયન સેનાના પ્રમુખ નિયુક્ત કર્યા હતા અને તેઓ રશિયાના માહિર રણનીતિકાર માનવામાં આવે છે, તેમણે ગેરાસિમોવ સિદ્ધાંત બનાવ્યો હતો, જે રશિયા માટે રણનૈતિક લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટે આર્થિક, સાંસ્કૃતિક, સૂચનાત્મક અને સૈન્ય રણનીતિને જોડે છે. પાછલા બે દશકાથી તેઓ રશિયા દ્વારા ઉઠાવવામાં આવેલા કેટલાય એક્શનનું નિર્માણ કરવામાં સામેલ રહ્યા છે અને તેમને કારણે જ રશિયા વર્ષ 2016માં અમેરિકી પ્રેસિડેન્શિયલ ચૂંટણીમાં હસ્તક્ષેપ કરી શક્યા અને વર્ષ 2014 શિયાળુ ઓલિમ્પિક અને 2018 ફીફા વર્લ્ડ કપની સફળ મેજબાની કરી શક્યા. જો રશિયા યુદ્ધ હારી જાય તો તેઓ પુતિનનો તખ્તપલટો કરાવી શકે છે.

દિમિત્રી મેદવેદેવ- પૂર્વ પ્રેસિડેન્ટ
દિમિત્રી મેદવેદેવ વર્ષ 2008થી 2012 દરમિયાન જ્યારે પુતિનનો બીજો કાર્યકાળ ખત્મ થઈ ચૂક્યો હતો તે સમયે રશિયાના પ્રેસિડેન્ટ પણ રહી ચૂક્યા હતા અને આ સમયે તેઓ રશિયા પરિષદના ઉપાધ્યક્ષ છે. સેંટ પીટર્સબર્ગમાં જન્મેલ દિમિત્રી મેદવેદેવ એક વકીલ પણ છે અને પુતિને તેમને રશિયાના રાષ્ટ્રપતિ એ શરતે બનાવ્યાં હતાં કે તેઓ રાષ્ટ્રપતિ બન્યા બાદ પુતિનને પોતાના પ્રાઈમ મિનિસ્ટર બનાવશે અને તેમણે પોતાનું વચન નિભાવ્યું પણ હતું. દિમિત્રી મેદવેદેવ પણ પુતિનના ઘણા નજીકના માનવામાં આવે છે અને જ્યારે 2012માં પુતિને ફરી સત્તા સંભાળી, તો તેમણે મેદવેદેવને પ્રાઈમ મિનિસ્ટરની ભૂમિકા ભેટ આપી અહેસાન ઉતારી દીધું. મેદવેદેવે આઠ વર્ષ સુધી રશિયાના પ્રાઈમ મિનિસ્ટરની ભૂમિકા નિભાવી, અગાઉ કે તેમણે અને ડ્યૂમામાં તેમની સરકારે વ્લાદિમીર પુતિન માટે વ્યાપક સંવૈધાનિક પરિવર્તનોને લાગૂ કરવાનો રસ્તો સાફ કરવા માટે રાજીનામું આપી દીધું હતુ્ં.

મિખાઈલ મિશુસ્તીન- રશિયાના હાલના પ્રાઈમ મિનિસ્ટર
રશિયાના વર્તમાન પ્રાઈમ મિનિસ્ટરે કોવિડ મહામારી શરૂ થયા બાદથી ઠીક પહેલાં જ રશિયાના પ્રાઈમ મિનિસ્ટરનો પદભાર ગ્રહણ કર્યો હતો અને મેદવેદેવના રાજીનામાં બાદ તેમને નિયુક્ત કરવામાં આવ્યા હતા. રશિયાના પૂર્વ ટેક્સ પોલીસ અધિકારી રહી ચૂકેલા મિખાઈલ મિશુસ્તીનનીરશિયન પ્રેસિડેન્ટ ભવન ક્રેમલિનમાં ઘણી પકડ છે અને તેઓ રશિયાની અંદર વિકસેલા ઘણા અસંતુષ્ટ વર્ગને પણ સંતોષી શકે છે. મૉસ્કોમાં જન્મેલા રાજનેતા મિખાઈલ મિશુસ્તીને પોતાના કામના સહારે કોવિડ સમયગાળામાં રશિયામાં ઘણી લોકપ્રિયતા હાંસલ કરી અને પ્રોફેસર ટૉલ્ઝ-જિલિટિંકેવિકે કહ્યું કે, 'તેઓ દેશભરમાં કેટલાય વિવિધ સમૂહોને સંતુષ્ટ કરસે અને અર્થવ્યવસ્થાની દ્રષ્ટિએ તેઓ ઘણાં સૌમ્ય છે.'












Click it and Unblock the Notifications
