કોણ છે દાઉદનો ખાસ માણસ સલીમ કુત્તા? જાણો કેવી રીતે પડ્યુ આ વિચિત્ર નામ?
દાઉદ ઈબ્રાહિમના મોતના સમાચારો વહેતા થયા છે ત્યારે તેની ગેંગ વિશે પણ વાત થઈ રહી છે. દાઉદની ગેંગનો એક ખાસ વ્યક્તિ સલીમ કુત્તા છે અને તેના વિશે ઘણી વાતો છે.
દાઉદને પોતાના ભાઈ કરતાં પણ વિચિત્ર નામ ધરાવતા આ વ્યક્તિ પર વધુ વિશ્વાસ હતો. સલીમ કુત્તાના આ વિચિત્ર નામ પાછળ પણ એક કહાની છે.

અહેવાલો અનુસાર, સલીમ કુત્તાનું પુરૂ નામ મોહમ્મદ સલીમ મીરા શેખ છે અને તેને 1993ના શ્રેણીબદ્ધ બ્લાસ્ટ કેસમાં સુપ્રીમ કોર્ટે આજીવન કેદની સજા ફટકારી હતી.
સલીમ તમિલનાડુના તંજાવુર જિલ્લાના કુટ્ટા ગામનો રહેવાસી છે. સલીમનો જન્મ મુંબઈમાં થયો હતો. તેણે બોમ્બેની સેન્ટ ઇગ્નેટીયસ સ્કૂલમાં ધોરણ પાંચ સુધીનો અભ્યાસ કર્યો છે.
ગુનાખોરીની દુનિયામાં તેની શરૂઆત સલીમ ઇબ્રાહિમના પોતાના સભ્યો સાથે અથડામણથી થઈ હતી. જ્યારે પણ તે કોઈને મારતો હતો ત્યારે તેને એટલી ખરાબ રીતે મારતો અને અત્યંત ક્રૂર હતો. આ બધું જોયા પછી લોકો તેને જંગલી કૂતરો કહેવા લાગ્યા. આ પછી કુત્તાના નામથી જ પ્રખ્યાત થઈ ગયો.
સલીમના નામ પાછળ આ એકમાત્ર કારણ નથી. સલીમ કુટ્ટાના પૈતૃક ગામનું નામ કુત્તા હતું. આ પછી લોકો તેને ચીડવવા લાગ્યા અને પછી તે આ નામથી ફેમસ થઈ ગયા. આ પછી આ નામ સલીમ સાથે કાયમ માટે જોડાઈ ગયું.












Click it and Unblock the Notifications
