કોણ છે US કોંગ્રેસ માટે ચૂંટણી લડી રહેલી ક્રિસ્ટલ કૌલ? જાણો શું છે તેનું કશ્મીર કનેક્શન?
અમેરિકા કોગ્રેસની ચૂંટણીમાં એક મહિલાની ખુબ ચર્ચા થઈ રહી છે. હકિકતમાં આ મહિલાનું ભારત અને કશ્મીર સાથે ખાસ કનેક્શન છે.
ક્રિસ્ટલ ભારતીય મૂળની મહિલા છે અને કાશ્મીર સાથે ખાસ કનેક્શન છે. વર્જિનિયાના 10મા કોંગ્રેસનલ ડિસ્ટ્રિક્ટમાંથી ચૂંટણી લડશે. જો યુએસ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સમાં ચૂંટાય તો ક્રિસ્ટલ પ્રથમ કાશ્મીરી-શીખ બની શકે છે.

ક્રિસ્ટલ કૌલ મૂળ કાશ્મીરની છે. ક્રિસ્ટલનો જન્મ અમેરિકાના ન્યૂયોર્કમાં થયો છે પરંતુ તેના પિતા કાશ્મીરના હતા અને માતા દિલ્હીની હતી. ક્રિસ્ટલના પિતા 26 વર્ષની ઉંમરે અમેરિકા ગયા અને તેની માતા 7 વર્ષની ઉમરે અમેરિકા ગઈ હતી. આ પછી બંનેની પહેલી મુલાકાત અમેરિકામાં થઈ અને ત્યાં લગ્ન કર્યા.
પ્રાથમિક અભ્યાસ પૂર્ણ કર્યા પછી ક્રિસ્ટલ કૌલ 17 વર્ષની ઉંમરે ઉચ્ચ શિક્ષણ માટે વોશિંગ્ટન ડીસી ગઈ. તેણે અમેરિકન યુનિવર્સિટીમાંથી બીએ, બ્રાઉન યુનિવર્સિટીમાંથી એમએ અને જોન્સ હોપકિન્સ યુનિવર્સિટીમાંથી એમએ કર્યું છે.
તેણીએ બ્રાઉન યુનિવર્સિટીમાંથી પોલિટિકલ સાયન્સમાં પીએચડીની ડિગ્રી મેળવી છે. ક્રિસ્ટલ કૌલ અંગ્રેજી ઉપરાંત હિન્દી, પંજાબી, દારી, ઉર્દૂ, અરબી અને કાશ્મીરી સહિત આઠ ભાષાઓ બોલે છે.
ક્રિસ્ટલ કૌલ પોતાને અડધી કાશ્મીરી પંડિત અને અડધી શીખ માને છે. તેણી કહે છે કે તેને બંને સાંસ્કૃતિક પૃષ્ઠભૂમિ પર ગર્વ છે. ક્રિસ્ટલ કૌલે કહ્યું છે કે તે પદ માટે ચૂંટણી લડનાર પ્રથમ કાશ્મીરી પંડિત અને હાલમાં અમેરિકામાં કોંગ્રેસ માટે ચૂંટણી લડનાર એકમાત્ર શીખ મહિલા હોવાનો તેમને ગર્વ છે.
ક્રિસ્ટલ કૌલ વર્જિનિયાના 10મા કોંગ્રેસનલ ડિસ્ટ્રિક્ટથી ચૂંટણી લડી રહ્યા છે. તે અમેરિકી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં રાષ્ટ્રપતિ જો બિડેનની ડેમોક્રેટિક પાર્ટી તરફથી ઉમેદવાર છે.
ક્રિસ્ટલ કૌલે વર્જિનિયાથી ચૂંટણી લડવાનું નક્કી કર્યું છે. કે વર્તમાન ડેમોક્રેટિક કોંગ્રેસવુમન જેનિફર વેક્સટન આ બેઠક પરથી ફરીથી ચૂંટણી લડવા માંગતી નથી અને તેથી તે સ્વતંત્ર બેઠક છે.
આ સાથે વર્જીનિયામાં ભારતીય મૂળના અમેરિકન નાગરિકો અને દક્ષિણ એશિયાના લોકોની સંખ્યા ઘણી વધારે છે. આ સ્થિતિમાં તેમની જીત નિશ્ચિત માનવામાં આવે છે.
-
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત?









Click it and Unblock the Notifications
