રાષ્ટ્રપતિ પુતિને યુક્રેન પર હુમલાનો આદેશ કેમ આપ્યો? રશિયાએ આ જવાબ આપ્યો!
યુક્રેન પર રશિયાના હુમલા પર દુનિયાભરના દેશો નજર રાખી રહ્યા છે. સાથે જ પુતિનના આ પગલાની પણ નિંદા થઈ રહી છે. પરંતુ હવે રશિયાએ જણાવ્યુ છે કે શા માટે રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને સૈન્ય કાર્યવાહીનો આદેશ જારી કર્યો.
યુક્રેન પર રશિયાના હુમલા પર દુનિયાભરના દેશો નજર રાખી રહ્યા છે. સાથે જ પુતિનના આ પગલાની પણ નિંદા થઈ રહી છે. પરંતુ હવે રશિયાએ જણાવ્યુ છે કે શા માટે રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને સૈન્ય કાર્યવાહીનો આદેશ જારી કર્યો. આ સાથે સમગ્ર ઘટનાની માહિતી પણ આપવામાં આવી છે.

રશિયાએ કહ્યું છે કે પૂર્વ યુક્રેનમાં બળવાખોર નેતાઓએ યુક્રેનની "આક્રમકતા" સામે બચાવવા માટે રશિયા પાસેથી લશ્કરી મદદ માંગી છે. ક્રેમલિનના પ્રવક્તા દિમિત્રી પેસ્કોવએ જણાવ્યું હતું કે બળવાખોર નેતાઓએ રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિનને પત્ર લખીને જણાવ્યું હતું કે યુક્રેનિયન સૈન્યના ગોળીબારમાં નાગરિકો માર્યા ગયા છે અને ઘણાને ભાગી જવાની ફરજ પડી છે. પુતિને પૂર્વ યુક્રેનમાં રશિયા સમર્થિત બળવાખોર વિસ્તારોની સ્વતંત્રતાને માન્યતા આપી અને તેમની સાથે મિત્રતાના કરાર કર્યા પછી આ કાર્યવાહી કરવામાં આવી છે. મંગળવાર 22 ફેબ્રુઆરીના રોજ તેણે પુતિનને દેશની બહાર લશ્કરી બળનો ઉપયોગ કરવાની પણ મંજૂરી આપી.
આ દરમિયાન વ્હાઇટ હાઉસે જણાવ્યું કે યુક્રેનના અલગતાવાદીઓ યુક્રેન સરકારની કથિત "આક્રમકતા" સામે રશિયાની મદદ માંગે છે તે એક ખોટું અભિયાન છે, જેની સામે પશ્ચિમી દેશોએ વારંવાર ચેતવણી આપી છે. નોંધપાત્ર વાત એ છે કે, અમેરિકા અને તેના સહયોગી દેશો ઘણા અઠવાડિયાથી આરોપ લગાવી રહ્યા છે કે રશિયા આવા ઓપરેશન દ્વારા યુક્રેન પર હુમલો કરવાનું બહાનું બનાવવાનો પ્રયાસ કરશે.
આ ઘટનાક્રમ અંગે યુક્રેનની બોર્ડર ડિફેન્સ એજન્સીએ કહ્યું કે રશિયન સેનાએ પાડોશી દેશ બેલારુસથી દેશ પર હુમલો કર્યો છે. એજન્સીએ કહ્યું કે રશિયન સૈનિકોએ બેલારુસથી તોપો છોડી. યુક્રેનના સૈનિકો પણ જવાબી ગોળીબાર કરી રહ્યા છે. રશિયાની સેનાએ કહ્યું છે કે તેણે યુક્રેનના એરપોર્ટ અને અન્ય સૈન્ય સંપત્તિને નિશાન બનાવી છે, વસ્તીવાળા વિસ્તારોને નહીં.












Click it and Unblock the Notifications
