સાઉદી પ્રિન્સે દારૂ માટે દરવાજા કેમ ખોલ્યા? પહેલી લિકર શોપને સાઉદી અરેબિયામાં મળી મંજૂરી

ઈસ્લામના બે સૌથી પવિત્ર શહેર મક્કા અને મદીનાના દેશ સાઉદી અરેબિયામાં દારૂની પહેલી દુકાન ખુલવા જઈ રહી છે. સાઉદી અરેબિયાએ પોતાની રાજધાની રિયાદમાં દારૂનો પહેલો સ્ટોર ખોલવાની મંજૂરી આપી દીધી છે. દારૂનો આ સ્ટોર ખાસ કરીને બિન-મુસ્લિમ વિદેશી રાજનેતાઓ માટે હશે.

દારૂ ખરીદવા માટે એક મોબાઈલ સ્ટોર દ્વારા કસ્ટમરે રજિસ્ટર કરવું પડશે. જે બાદ તેમને ક્લિયરન્સ કોડ મળશે. દરેક ગ્રાહકને મહિનાનો કોટો હશે.

Saudi arabia

ઉલ્લેખનીય છે કે સાઉદી અરેબિયામાં કટ્ટર ઈસ્લામિક કાયદા લાગૂ છે અને દારૂ પીવો અહીં હરામ માનવામાં આવે છે અને તે કારણે જ સાઉદી અરેબિયામાં દારૂ વેચાણ પર પ્રતિબંધ છે. સાઉદી અરબની આ મંજૂરી પછી હવે પાકિસ્તાનની સરકાર દુવિધામાં ફસાઈ ગઈ છે જ્યાં દારૂ સત્તાવાર રૂપે પ્રતિબંધિત છે પરંતુ દરેક જગ્યાએ સરળતાથી મળી જાય છે.

સાઉદી પ્રિન્સ મોહમ્મદ બિન સલમાનના આ પગલાંને મીલનો પથ્થર માનવામાં આવી રહ્યો છે. વિશ્લેષકોનું કહેવું છે કે સાઉદી પ્રિન્સે ટૂરિઝ્મ અને બિઝનેસ વધારવા માટે દારૂના વેચાણને મંજૂરી આપી છે.

નોંધનીય છે કે, વર્ષ 2030 સુધી સાઉદી અરેબિયા પોતાની અર્થવ્યવસ્થાની ઓઈલ પરથી નિર્ભરતા ઘટાડવા માંગે છે. દુનિયામાં ઈલેક્ટ્રિક વાહનો વધી રહ્યાં છે અને આગમી સમયમાં ઓઈલની ખરીદીમાં ઘટાડો આવી શકે છે. જે કારણે સાઉદી અરેબિયા તેજીથી બદલાવ લાવવા માંગે છે. સાઉદી અરેબિયાનો પાડોશી દેશ યૂએઈ દુબઈની મદદથી દુનિયાભરમાં વેપારનો ગઢ બની ગયો છે.

હવે સાઉદી પ્રિન્સ યૂએઈની આ સફળતા પોતાને ત્યાં પુનરાવર્તિત કરવા માંગે છે. જે કારણે અબજો ડૉલર ખર્ચ કરી નયોમ નામનું એક નવું શહેર વસાવી રહ્યા છે. સાઉદી અરેબિયાની આ દારૂની દુકાન રિયાદના રાજનાયિક વિસ્તારમાં હશે જ્યાં દૂતાવાસ આવેલું છે. આ દારૂ માત્રને માત્ર બિન-મુસ્લિમ વ્યક્તિઓને જ વેચવામમાં આવશે.

ઉલ્લેખનીય છે, સાઉદી અરેબિયામાં દારૂ પીવા પર આકરી સજાનું ફરમાન છે. જેમાં સેંકડો કોરડા, દેશનિકાલ, દંડ અથવા જેલની સજાનો સમાવેશ થાય છે. હવે કોરડા મારવાથી વધુ જેલની સજા આપવામાં આવી રહી છે. સાઉદી અરેબિયાએ તાજેતરના સમયમાં ઘણા કડક નિયમો બદલ્યા છે અને મહિલાઓને બુરખો પહેરવા પર પણ રાહત આપી છે. મહિલાઓ હવે વાહન ચલાવી શકશે. સાઉદી અરેબિયા હવે બિન-ધાર્મિક પ્રવાસનને પણ પ્રોત્સાહન આપી રહ્યું છે. આ વિઝન 2030 મુજબ આપવામાં આવી રહ્યું છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X