રાષ્ટ્રપતિ ઓબામાએ ફોન કરી વડાપ્રધાન મોદીને કહ્યું થેક્સ!

અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ફરી એક વાર એક અનોખી મિત્રતા અને નવા સમીકરણો જોવા મળ્યા. રાષ્ટ્રપતિ ઓબામાએ બુધવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને કોલ કરીને તેમને ફોન પર થેક્સ કહ્યું.

રાષ્ટ્રપતિ ઓબામાએ વડાપ્રધાન મોદીને ફોન પર વાત કરી પેરિસ જલવાયુ પરિવર્તન સંમેલનમાં તેમના નેતૃત્વની ભૂમિકા માટે આભાર માન્યો. રાષ્ટ્રપતિ ઓબામાએ કહ્યું કે ભારતે પેરિસમાં સંપન્ન થયેલા સંમેલનમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે અને આ સંમેલનને ઐતિહાસિક રૂપે સફળતા પણ મળી છે.

obama modi

વડાપ્રધાન કાર્યલયના જણાવ્યા મુજબ ટેલિફોનમાં થયેલી આ વાતચીતના દરમિયાન રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ કોપ 21 સંમેલનના સફળ પરિણામોમાં ભારતની સકારાત્મક ભૂમિકા અને નેતૃત્વ માટે ધન્યવાદ વ્યક્ત કર્યો હતો. અને કહ્યું હતું કે ભારતે આ જલવાયુ પરિવર્તન સંમેલનને સફળ બનાવવા માટે ઐતિહાસિક રૂપે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે.

પેરિસમાં ત્રણ દિવસ પહેલા 195 દેશોએ વૈશ્વિક તાપમાનને સંતુલિત કરવા માટે એક કરાર પર સહમતિ આપી છે. નોંધનીય છે કે બે અઠવાડિયા સુધી આ પર મંથન પણ થયું હતું. ફ્રાંસની રાજધાની પેરિસમાં યોજાયેલા આ સંમેલનમાં ઓબામાએ મોદી સાથે મુલાકાત કરી હતી અને તે પછી પેરિસના મેરાથન વાર્તાની વચ્ચે દિલ્હી પરત ફરેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી જોડે ફોન પર આ વાતચીત કરી હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X