For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વિકિલિક્સે અમેરિકન સેનાના ખોલ્યા નવા રાજ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

julian-assange
લંડન, 26 ઑક્ટોબર: જૂલિયન અસાંજેની વિકિલિક્સે ખુલાસાનો સિલસિલો ફરી શરૂ કરી દિધો છે. તાજેતરમાં વિકિલિક્સે અમેરિકન રક્ષા મંત્રાલયના 100થી વધુ દસ્તાવેજોને ઉજાગર કર્યા છે. અસાંજે કહ્યું છે કે 'આ કોઇ અજ્ઞાત દુશ્મન વિરૂદ્ધ યુદ્ધની શરૂઆતના દિવસોના દસ્તાવેજો છે'.

આ ખુલાસો એવા સમયે કરવામાં આવ્યો છે કે જ્યારે જૂલિયન અસાંજે સ્વિડનમાં દુષ્કર્મ અને યૌન શોષણના આરોપોનો સામનો કરી રહ્યાં છે અને લંડન સ્થિત ઇક્વાડોર દૂતાવાસમાં શરણ લઇ રહ્યાં છે. જ્યાં તેમના સ્વાસ્થ્ય સંબંધી મુશ્કેલીઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. જૂલિયન અસાંજેના મત મુજબ નવા દસ્તાવેજમાં ઇરાક અને ક્યૂબા સ્થિત ગ્વાટેનામો બે નૌસૈન્ય અડ્ડાઓ પર કેદીઓને લઇને અમેરિકન નિતિઓ અંગે ખુલાસો કર્યો છે, જે 9/11 બાદ અપનાવવામાં આવી હતી. 2001 થી 2004ના આ દસ્તાવેજમાં આ નિયમ પુસ્તિકા પણ સામેલ છે જે 2002માં તત્કાલીન અમેરિકન રાષ્ટ્રપતિ જોર્જ ડબ્લ્યૂ બુશે 'આતંક વિરૂદ્ધ યુદ્ધ' દરમિયાન ગ્વાટેનામો બે ના સ્ટાફ માટે બનાવી હતી.

અસાંજે કહ્યું છે કે ' આ દસ્તાવેજોનું પોતાનું એક આગવું ઐતિહાસિક મહત્વ છે, કારણ કે ગ્વાટેનામો બે પશ્વિમમાં માનવાધિકાર હનનને વ્યવસ્થિત રૂપે સાચા સાબિત કરવાના પ્રતિક બની ગયા છે. તેમને કહ્યું છે કે '9/11 બાદ કેદી નિતિઓ તે અંધેરી કોઠરીની કહાણી કહે છે, જ્યાં કાયદો અને અધિકાર લાગૂ થતા નથી. આ નિતિઓ કેદીઓને રાખવામાં આવતી એવી જગ્યા વિશેની છે, જ્યાં અમેરિકન રક્ષા મંત્રાલય સિવાય કોઇ પણ આવી ન શકે.

2009માં અમેરિકન રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ કહ્યું હતું કે તે ગ્વાટેનામો બે ને બંધ કરી દેશે, કારણ કે તે ઇસ્લામિક આતંકવાદીઓને અહીંયા લાવવાની એક આસાન હથિયાર બની ગઇ છે. પરંતુ ઓબામા તેમાં પૂરી રીતે સફળ રહ્યાં નથી.

વિકિલિક્સે સૈથી પહેલાં 2010માં ઇરાક અને અફઘાનિસ્તાન યુદ્ધના કેટલાક દસ્તાવેજોની સાથે અમેરિકન રાજનૈતિક દસ્તાવેજો રજૂ કર્યા હતા જેનાથી અમેરિકા નારાજ થઇ ગયું છે. ત્યારબાદ જ સ્વિડનમાં અસાંજે પર આરોપો લાગ્યાં અને તેના પ્રત્યાપર્ણની માંગણી કરવામાં આવી. સ્વીડન પ્રત્યાર્પણથી બચવા માટે તે ઈક્વાડોરના દૂતાવાસમાં આશરો લીધો છે. બ્રિટેને 16 ઓગસ્ટથી તેને આશરો આપ્યો છે પરંતુ તેને દેશની બહાર જવાની પરવાનગી આપવામાં આવી નથી.

English summary
Julian Assange's WikiLeaks website on Thursday started publishing more than 100 US department of defence documents including the first prisoner treatment manual for Guantanamo Bay.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X