For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

'નવા વર્ષે ઉંઘ હરામ કરશે વિકીલિક્સ'

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

assange
લંડન, 22 ડિસેમ્બર: વિકીલિક્સના સંસ્થાપક જૂલિયન અસાંજ લંડનમાં ઇક્વેડર દૂતાવાસની બારીમાંથી ક્રિસમસનો સંદેશ આપતાં કહ્યું હતું કે નવું વર્ષ અમારા માટે ખૂબ જ વ્યસ્ત રહેશે. અમારી પાસે દસ લાખ દસ્તાવેજ રજૂ કરવાની તૈયારી છે જેનાથી દુનિયાનો દરેક દેશ પ્રભાવિત થશે.

અત્રે ઉલ્લેખનીય છે કે બળાત્કાર અને યૌન હિંસાના આરોપોમાં ફસાયેલા અસાંજ સ્વિડન પ્રત્યર્પણથી બચવા માટે છ મહિનાથી ઇક્વાડોરના દૂતાવાસમાં શરણ લઇ રહ્યાં છે. તેમને કહ્યું હતું કે વાતચીતના દરવાજા હજુ પણ ખુલ્લા છે. તેમને કહ્યું હતું કે નવું વર્ષ ગત વર્ષની જેમ વ્યસ્ત રહેશે. વિકીલિક્સ પાસે રજૂ કરવા માતે 10 લાખથી પણ વધુ દસ્તાવેજ છે, આવા દસ્તાવેજ હાજર છે, આ દસ્તાવેજ એવા છે જેની અસર વિશ્વના દરેક દેશ પ્રભાવિત થશે.

ઓસ્ટ્રેલિયાના પૂર્વ કોમ્પ્યૂટર હેકર અસાંજે તેમને શરણ આપવા માટે ઇક્વાડોરના રાષ્ટ્રપતિ રાફેલ કોરિયાનો આભાર વ્યક્ત કર્યો હતો. અસાંજે કહ્યું હતું કે ' સાચું લોકતંત્ર વ્હાઇટ હાઉસ નથી, સાચું લોકતંત્ર કેમરે નથી, સાચુ લોકતંત્ર સચ્ચાઇ સાથે લેસ થઇને તહરીરથી માંડીને લંડન સુધી ઉભેલા લોકોનો વિરોધ છે. 'ઇક્વાડોરના રાજદૂત તરફથી જાહેર કરવામાં આવેલા નિવેદનમાં અસાંજને સમર્થન આપવાઅની વાત કરી હતી.

English summary
Julian Assange said on Thursday the "door was open" for talks to end his refuge in the Ecuadorian embassy in London.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X