For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

'માંસ ખાતા પુરુષો સાથે યૌન સંબંધ ન બનાવે મહિલાઓ, કરો સેક્સ સ્ટ્રાઈક', PETAએ કેમ કરી આવી અપીલ?

આંતરરાષ્ટ્રીય સંસ્થા PETAએ હવે મહિલાઓને એક વિચિત્ર અપીલ કરી છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ આંતરરાષ્ટ્રીય સંસ્થા PETAએ હવે મહિલાઓને એક વિચિત્ર અપીલ કરી છે. જેમાં કહેવામાં આવ્યુ છે કે મહિલાઓએ માંસ ખાનારા પુરુષો સાથે યૌન સંબંધથી દૂર રહેવુ જોઈએ. જ્યારે તેઓ માંસ ખાતા પુરુષોને બેડ પર આવકારવા જોઈએ નહિ. પેટાની અપીલમાં એવુ કહેવામાં આવ્યુ હતુ કે મહિલાઓએ માંસ ખાનારા પુરુષો સાથે 'સેક્સ સ્ટ્રાઇક' કરવી જોઈએ. આ સાથે સંગઠને માંસ પર 41% ટેક્સની માંગ કરી છે.

જાનવરોની સુરક્ષા માટે અનોખી રીત

જાનવરોની સુરક્ષા માટે અનોખી રીત

છેલ્લા ઘણા સમયથી લોકોને શાકાહાર તરફ પ્રેરિત કરતી એનજીઓ હવે એક અનોખો અભિગમ લઈને આવી છે. સંસ્થાના અગ્રણી સભ્યો માને છે કે આનાથી ઝડપથી જાગૃતિ આવશે અને લોકો પ્રાણીઓને તેમનો આહાર એટલે કે માંસ ખાવાનુ બંધ કરી દેશે. હવે આ માટે મહિલાઓનો સહારો લેવામાં આવી રહ્યો છે. મહિલાઓને અપીલ કરવામાં આવી રહી છે કે જ્યાં સુધી તેઓ માંસ ખાવાનુ બંધ ના કરે ત્યાં સુધી તેઓ તેમના સંપર્કમાં આવતા કોઈપણ પુરુષને તેમના બેડ પર આવકારે નહિ.

સેક્સ સ્ટ્રાઈકનો સહારો

સેક્સ સ્ટ્રાઈકનો સહારો

આ માટે PETA દ્વારા મહિલાઓને સેક્સ સ્ટ્રાઈકનો આશરો લેવાની અપીલ કરવામાં આવી છે. પુરુષોને માંસ ખાવાથી રોકવાની આ એક સરસ રીત છે. સંસ્થાનુ કહેવુ છે કે જો મહિલાઓ આ કરી શકશે તો પુરુષો ચોક્કસપણે માંસ છોડવા માટે મજબૂર થશે.

PETAની જર્મન શાખાએ કરી આ અપીલ

PETAની જર્મન શાખાએ કરી આ અપીલ

છેલ્લા ઘણા દિવસોથી PETA શાકાહારી બનવાનુ અભિયાન ચલાવી રહ્યુ છે. આ ક્રમમાં સંગઠને મહિલાઓને અભિયાનમાં ભાગ લેવાની અપીલ કરી છે. પેટાની જર્મન શાખા માંસ ખાનારા પુરુષો માટે સેક્સ હડતાલનુ આહ્વાન કરી રહી છે. ચેરિટી સૂચવે છે કે સ્ત્રીઓએ માંસ ખાનારાઓ પર સેક્સ પ્રતિબંધ લાદવો જોઈએ. આનાથી ગ્રીનહાઉસ ગેસની અસર વધી રહી છે.

PETA

PETA

તાજેતરના સંશોધનમાં દાવો કરવામાં આવ્યો છે કે જે લોકો માંસ ખાય છે તેઓ ગ્રીનહાઉસ ગેસ ઉત્સર્જનમાં ફાળો આપે છે. સ્ત્રીઓ કરતા પુરુષો 41 ટકા વધુ પર્યાવરણને પ્રદૂષિત કરે છે. આ જ કારણથી PETAએ કહ્યુ કે બાળક પેદા કરવા પર પ્રતિબંધ મૂકવો જરૂરી છે. આમ કરવાથી બાળક દીઠ 58.06 ટન કાર્બન ઉત્સર્જન બચાવી શકાય છે. તે જ સમયે પેટાએ પૃથ્વીને વધતા તાપમાનથી બચાવવા માટે માંસ પર 41 ટકા ટેક્સની પણ માંગ કરી છે.

PETAનો શું છે ઉદ્દેશ?

PETAનો શું છે ઉદ્દેશ?

PETAનો અર્થ છે 'પીપલ ફૉર ધ એથિકલ ટ્રીટમેન્ટ ઑફ એનિમલ્સ'. તે વર્જિનિયા સ્થિત પ્રાણી અધિકાર સંગઠન છે. વિશ્વભરમાં PETA સંસ્થાઓના 9 મિલિયનથી વધુ સભ્યો છે. આ સંસ્થાનો હેતુ પ્રાણીઓની સુરક્ષા માટે લોકોમાં જાગૃતિ લાવવાનો છે. વિશ્વભરના PETA સભ્યો લોકોને જણાવે છે કે પ્રાણીઓ આપણા માટે ઉપયોગ કરવા, ખાવા, પહેરવા, મનોરંજન માટે ઉપયોગ કરવા અથવા અન્ય કોઈપણ રીતે દુરુપયોગ કરવા માટે નથી.

English summary
Women should strike relation with men after eating meat appealed by PETA
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X