For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

'અમેરિકા-ભારતના સહયોગથી વિશ્વને થાય છે ફાયદો'

By Super
|
Google Oneindia Gujarati News

india-us
વોશિંગટન, 21 જૂનઃ અમેરિકાના પૂર્વ વિદેશમત્રી મેડેલિન અલબ્રાઇટનું કહેવું છે કે, અમેરિકા અને ભારત વચ્ચે નિકટ સંબંધો અને સહયોગથી આખા વિશ્વને ફાયદો થાય છે.

આગામી સપ્તાહે દિલ્હીમાં ભારત અને અમેરિકા વચ્ચે થનારી ચોથી સામરિક વાર્તા પહેલા કહ્યું કે, અમારા માટે હાલના સમયે અસૈન્ય પરમાણુ સહયોગ સહિત અનેક ક્ષેત્રોમાં આર્થિક અને વાણિજ્યિક સંબંધ વિસ્તૃત અને મજબૂત કરવું મહત્વપૂર્ણ છે. આ સાથે અમારી સુરક્ષા ભાગીદારીને પણ મજબૂત કરવામાં આવશે.

અલબ્રાઇટે કહ્યું કે, અમારે સાથે મળીને તકોને ભેગી કરવા અને પડકારોનો સામનો કરવાની જરૂર છે. આ સંદર્ભમાં અફઘાનિસ્તાનનું ભવિષ્ય, ચીન સાથેના સંબંધો અને પાકિસ્તાન સાથે સંબંધો સુધારવાના મુદ્દા યાદીમાં સૌથી ઉપર છે. તેમણે કહ્યું કે, આ ઉપરાંત સમાજમાં મહિલા સશક્તિકરણ, ખાદ્યસુરક્ષા સુનિશ્ચિત કરવી અને પર્યાવરણ બદલાવ પર એક સમાન દ્રષ્ટિ શોધવી પણ મહત્વપૂર્ણ છે.

હાલમાં ભારતની યાત્રા કરનારા અલબ્રાઇટે કહ્યું કે, મે તાજેતરમાં ભારતનો પ્રવાસ કર્યો હતો અને આ દરમિયાન સરકાર અને વ્યાપાર જગતના પ્રતિનિધિઓ સાથે બેઠક કરી હતી. હું વ્યક્તિગત રીતે બન્ને દેશો વચ્ચે માત્ર સારા સંબંધોમાં વિશ્વાસ પ્રગટ કરી શકું છું પરંતુ મારું એ પણ માનવું છે કે બન્ને દેશો વચ્ચે નિકટ આર્થિક સંબંધો, વિસ્તૃત સાંસ્કૃતિક આદાન-પ્રદાન અને મજબૂત રાજનીતિક સહયોગના ક્ષેત્રમાં હજુ પણ ઘણી સંભાવનાઓ છે.

English summary
World benefits from the close cooperation and collaboration between the America and India, former US secretary of state Madeleine Albright has said.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X