World Covid Update : એક જ દિવસમાં કોરોના વાયરસના 25 લાખ કેસ નોંધાયા
હાલ દેશ અને દુનિયામાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે. હાલ કોરોનાનો ઓમિક્રોન વેરિઅન્ટ ખુબ જ ઝપડથી ફેલાઇ રહ્યો છે. આવા સમયે દુનિયાના અનેક દેશોમાં કોરોનાની ત્રીજી લહેર આવી ગઇ હોય તેવુ જણાઇ રહ્યું છે.
World Covid Update : હાલ દેશ અને દુનિયામાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે. હાલ કોરોનાનો ઓમિક્રોન વેરિઅન્ટ ખુબ જ ઝપડથી ફેલાઇ રહ્યો છે. આવા સમયે દુનિયાના અનેક દેશોમાં કોરોનાની ત્રીજી લહેર આવી ગઇ હોય તેવુ જણાઇ રહ્યું છે. કોરોના કેસની ત્સુનામી વચ્ચે મોતની સંખ્યામાં પણ વધારો થયો છે. જો વિવિધ દેશોમાં નોંધાયેલા કોરોના કેસ અને મોતના આંકડાની વાત કરવામાં આવે તો, છેલ્લા 24 કલાકમાં દુનિયામાં કુલ 25 લાખ કરતા વધુ કેસ નોંધાયા છે. જેમાંથી માત્ર અમેરિકામાં જ 7 લાખ કેસ નોંધાયા છે.

અમેરિકામાં છેલ્લા 24 કલાકમાં 7 લાખ કેસ નોંધાયા
સૌથી વધુ કોરોના સંક્રમણનો ફેલાવો અમેરિકામાં થઇ રહ્યો છે. અમેરિકામાં છેલ્લા 24 કલાકમાં 7 લાખ કેસ નોંધાયા હતા. આ સાથે અમેરિકામાં કોરોનાને કારણે 1,800લોકોના મોત થયા છે.
હાલ અમેરિકામાં દોઢ કરોડ એક્ટિવ કેસ છે. હાલ યુરોપમાં પણ કોરોના સંક્રમણ વધી રહ્યું છે. જેમાં કોરોનાના સુપર સ્ટોર્મમાં ફ્રાન્સ ફસાયું છે.

યુરોપના અનેક દેશોમાં કોરોનાનો કાળો કહેર
ફ્રાન્સમાં છેલ્લા 24 કલાકમાં 3.32 લાખ કેસ નોંધાયા છે. આ સાથે ફ્રાન્સમાં એક્ટિવ કેસની સંખ્યા 25 લાખની નજીક પહોંચી છે. UKમાં છેલ્લા 24 કલાકમાં 1.94 લાખનવા કેસ નોંધાયા છે.
આ સાથે હાલ UKમાં એક્ટિવ કેસનો આંક 31 લાખને પાર પહોંચી ગયો છે. જ્યારે ઇટાલીમાં 24 કલાકમાં 1.89 લાખ કેસ નોંધાયા છે.
આ સાથેસ્પેનમાં પણ છેલ્લા 24 કલાકમાં કોરોનાના 1.37 લાખ નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. આ ઉપરાંત આર્જેન્ટિનામાં 95 હજાર કેસ, તુર્કીમાં 66 હજાર નવા કેસ,ઓસ્ટ્રેલિયામાં 64 હજાર કેસ નોંધાયા છે.

શું છે દેશમાં કોરોનાની પરિસ્થિતિ?
જો દેશમાં કોરોનાની પરિસ્થિતિ અંગે વાત કરવામાં આવે તો છેલ્લા 24 કલાકમાં જ દેશમાં 87 હજાર કેસ નોંધાયા છે. આ સાથે છેલ્લા 24 કલાકમાં દેશમાં 67 ટકા કેસવધ્યાં છે.
દેશમાં કુલ કેસનો આંક સાડા ત્રણ કરોડને પાર થઇ ગયો છે. છેલ્લા 24 કલાકમાં 20 હજારથી વધુ લોકો કોરોનામાંથી રિકવર થયા છે. દેશમાં કુલ 148 કરોડવેક્સિન ડોઝ આપવામાં આવ્યા છે.












Click it and Unblock the Notifications
