યમનમાં સેના અને વિદ્રોહિઓના ત્રાસ બાદ ભૂખમરાએ લીધા 85000 બાળકોના જીવ
યમનમાં ગૃહયુદ્ધને પગલે ભૂખમરાથી 85000 બાળકોનાં મોત
સનાઃ યમનમાં છેલ્લા કેટલાય સમયથી ગૃહયુદ્ધ ચાલી રહ્યું છે. બળવાખોરોએ સરકારની વિરુદ્ધ આંદોલન છેડી દીધું છે જેને પગલે બળવાખોરો અને સેના વચ્ચે સતત લડાઈ ચાલી રહી છે. આ લડાઈમાં કેટલાય નિર્દોષ નાગરિકો પણ ભોગ બની રહ્યા છે. જે લોકો યુદ્ધનો ભોગ નથી બનતા તેઓ ભૂખમરાની ઝપેટમાં આવી રહ્યા છે. તાજેતરમાં જ જાહેર થયેલ એક રિપોર્ટમાં આ મામલે ખુલાસો થયો છે, જે સાંભળીને તમારા કાન પણ પોહોળા થઈ જશે.

ભૂખમરાને પગલે 85000 બાળકોનાં મોત
સેવ ધી ચિલ્ડ્રન એક આંતરરાષ્ટ્રીય એનજીઓએ પોતાના રિપોર્ટમાં કહ્યું છે કે યમનમાં ગૃહયુદ્ધને કારણે પાછલા ત્રણ વર્ષમાં પાંચ વર્ષથી નાની ઉંમરના 85 હજાર બાળકોના મૃત્યુનું કારણ ભૂખમરો છે. એનજીઓએ આ ગરીબ પશ્ચિમ એશિયાઈ દેશમાં મોતનો સિલસિલો અને નુકસાનને અટકાવવા માટે તાત્કાલિક અસરથી યુદ્ધવિરામની માગણી કરી છે.

લાંબા સમયથી યુદ્ધ ચાલી રહ્યું છે
અહીં આંકડાઓ હજુ પણ ગંભીર છે, કુપોષણ પર સંયુક્ત રાષ્ટ્રના આંકડાઓના આધાર પર ઓછું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. હુતિ વિદ્રોહિઓ અને સાઉદી સમર્થિત ગઠબંધન વાળી સેના વચ્ચે યમનમાં લાંબા સમયથી યુદ્ધ ચાલી રહ્યું છે, જેને રોકવા માટે આંતરરાષ્ટ્રીય સ્તરે થયેલ દરેક પ્રયત્નો નાકામ જણાઈ રહ્યા છે. આ સંઘર્ષમાં અત્યાર સુધીમાં 1.3 મિલિયન બાળકોને અસર થઈ છે. જણાવી દઈએ કે માર્ચ 2015થી યમન ગૃહયુદ્ધને ઝપેટમાં આવી ગયું છે.

સેના અને વિદ્રોહીઓ વચ્ચેની લડાઈ
હુતિ વિદ્રોહિઓને કમજોર કરવા માટે સાઉદીએ પોતાની સીમાવર્તી વિસ્તારોને બ્લોક કરી દીધી છે, જેને કારણે યમનમાં લગભગ 14 મિલિયન લોકો ખતરોનો સામનો કરી રહ્યા છે. જણાવી દઈએ કે યમનના હોદૈદા શહેરમાં 1 નવેમ્બરથી વિદ્રોહિઓ અને સરકાર સમર્થિત સેના વચ્ચે જંગ ચાલી રહી છે, જેમાં અત્યાર સુધીમાં લગભગ 600 લોકો મૃત્યુ પામ્યા છે. યમનના હોદૈદા સૌથી વધુ વસ્તી ધરાવતું શહેર છે.












Click it and Unblock the Notifications
