'ભગવાનને ખુશ કરવા માટે' યુવક 100 ફૂટ ઉંડી ખીણમાં કૂદી પડ્યો

પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર કેલિફોર્નિયામાં પૂનિયન સિટીના પરમિન્દર સિંહે 11 જાન્યુઆરીએ પોતાની ઇચ્છાથી છલાંગ લગાવી હતી. પરમિન્દર સિંહે જે સ્થળે છલાંગ લગાવી હતી તે 100 ફૂટ કરતાં પણ ઉંડી ખીણ હતી અને ઉલ્કા પડવાથી આ ખાણ બની હતી. આ સ્થળ સહેલાણીઓનું પસંદગીનું સ્થળ છે.
પોલીસના જણાવ્યા અનુસાર પરમિન્દર સિંહને બચાવવા માટે ત્રણ એજન્સીઓના લગભગ 30 બચાવકર્મીઓને કામે લગાડવામાં આવ્યાં હતા. હાડ થીંજવતી ઠંડીમાં આઠ કલાક સુધી બચાવ કાર્ય ચાલ્યું હતું.
પરમિન્દર સિંહે પોલીસને જણાવ્યું હતું કે ભગવાનને પ્રસન્ન કરવા માટે પોતાની ઇચ્છાથી તેને આમ કર્યું હતું. અધિકારીઓના જણાવ્યા અનુસાર તેને ફ્લેગસ્ટાફ મેડિકલ સેન્ટરમાં ભરતી કરવામાં આવ્યો હતો જ્યાં તેની હાલત સ્થિર છે.












Click it and Unblock the Notifications
