For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સર્વે- યુવાનોને નથી હોતી નોકરીની ચિંતા

|
Google Oneindia Gujarati News

ન્યૂયોર્ક, 3 સપ્ટેમ્બરઃ આખા વિશ્વમાં ચાલી રહેલી આર્થિક તંગી વચ્ચે લોકોને લાગે છે કે યુવાનોને પોતાની નોકરીની ચિંતા વધારે રહે છે અને વરિષ્ઠ કર્મચારી આ વાતથી નિશ્ચિત રહેતા હશે, પરંતુ તાજેતરમાં થયેલા એક સર્વેમાં જાણવા મળ્યું છે કે, પોતાની પહેલી નિયમિત નોકરી મેળવનારા યુવાનો પોતાના વરિષ્ઠ અધિકારીઓની અપેક્ષામાં વધુ ખુશ રહે છે અને ભવિષ્યમાં પોતાની કારકિર્દીને લઇને તેમનો દ્રષ્ટિકોણ વધુ સકારાત્મક હોય છે.

અમેરિકન આર્થિક સમાચારપત્ર બિઝનેસ ન્યૂઝ ડેલી અનુસાર નવા સર્વેમાં જાણવા મળ્યું છે કે, નવા કર્મચારી તથા વરિષ્ઠ અધિકારી પોત-પોતાની નોકરીઓ અંગે શું વિચારે છે. એ નવા સર્વે અનુસાર, 18થી 30ની વચ્ચેના યુવા કર્મચારીઓમાંથી 62 ટકા કર્મચારીઓનું માનવું છે કે તે વર્તમાન કાર્ય વાતારણમાં પોતાની કારકિર્દી પ્રત્યે સકારાત્મક વિચાર ધરાવે છે, જ્યારે વરિષ્ઠ કર્મચારીઓમાં માત્ર 48 ટકા કર્મચારીઓ જ પોતાની કારકિર્દીને લઇને નિશ્ચિત જોવા મળ્યા.

શોધ અનુસાર, 37 ટકા વરિષ્ઠ કર્મચારીઓ સુરક્ષિત કારકિર્દી કોઇ ઉપલબ્ધી જેવી લાગે છે, જ્યારે માત્ર 26 ટકા યુવા કર્મચારીઓ આવી વિચારસરણી ધરાવે છે. વરિષ્ઠ કર્મચારી એવું પણ માને છે કે, નોકરીથી તેમને જીવનપર્યત આજીવિકા કમાવાની સુવિધા મળે છે, જ્યારે ઘણા ઓછા કર્મચારીને આવું લાગે છે.

યુવા કર્મચારી

યુવા કર્મચારી

શોધકર્તાઓનું કહેવું છે કે, યુવા કર્મચારીઓની આ વિચારસરણીના કારણે વર્તમાન આર્થિક મંદીમાં યુવાઓ પર સૌથી વધુ પ્રભાવનું કારણ પણ હોઇ શકે છે.

1008 પર કરવામાં આવ્યો સર્વે

1008 પર કરવામાં આવ્યો સર્વે

નોકરી મેળવવા સહાયતા કરનારી વિશ્વની ટોચની કંપનીઓમાની એક મોન્સ્ટર ડોટ કોમના સર્વેક્ષણમાં કંપની જીએફકેના સહોયગથી 1008 લોકો પર આ સર્વે કરવામાં આવ્યો.

રૂપિયાનો પ્રભાવ વધારે

રૂપિયાનો પ્રભાવ વધારે

શોધકર્તાઓ અનુસાર યુવાઓ દ્વારા પોતાની નોકરીઓ અંગેના વિચાર પર રૂપિયાનો પ્રભાવ વધારે પડે છે.

રૂપિયા કમાવવાની ચિંતા

રૂપિયા કમાવવાની ચિંતા

શોધકર્તાઓ અનુસાર, 42 ટકા કર્મચારીઓનું કહેવું છે કે જો રૂપિયા કમાવવાની ચિંતા ના હોત તો તેઓ અન્યોને મદદ કરતી નોકરી કરવાની ઇચ્છા રાખતા.

મોડલ અથવા ખેલાડી બનવાની ઇચ્છા

મોડલ અથવા ખેલાડી બનવાની ઇચ્છા

અન્ય કર્મચારીઓએ કહ્યું કે, તે શિક્ષક, શોધકર્તા, અન્વેષક અથવા ખેલાડી બનવા માંગે છે માત્ર પાંચ ટકા કર્મચારી એ બતાવવામાં અસમર્થ રહ્યાં કે તેઓ શું કરવા માંગે છે.

English summary
Youths in all over World do have very much positive approach about their first job.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X