ન્યુજર્સીમાં 3 ગુજરાતીની હત્યા, ભત્રીજાએ જ મારી ગોળી

અમેરિકાના ન્યુ જર્સી શહેરના પ્લેનફિલ્ડ વિસ્તારમાં એક ગુજરાતી પરિવારના ત્રણ સભ્યોની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. ગુજરાતના પૂર્વ પોલીસ અધિકારી દિલીપ કુમાર બ્રહ્મભટ્ટ, તેમની પત્ની અને પુત્રની હત્યા કરનારો વ્યક્તિ બીજું કોઈ નહીં, પણ તેનો ભત્રીજો ઓમ બ્રહ્મભટ્ટ છે. લગભગ બે મહિના પહેલા પરિવાર ઓમને પોતાની સાથે ન્યુ જર્સી લઈ ગયો હતો.

દક્ષિણ ગુજરાતના સુરત અને બીલીમોરામાં પોલીસ ઈન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવી ચૂકેલા 72 વર્ષીય દિલીપકુમાર બ્રહ્મભટ્ટ નિવૃત્તિ બાદ તેમની પત્ની બિંદુ અને પુત્ર યશકુમાર બ્રહ્મભટ્ટ સાથે અમેરિકાના ન્યુ જર્સીના પ્લેનફિલ્ડ વિસ્તારમાં સ્થાયી થયા હતા. આ પરિવાર આણંદ જિલ્લાના વલ્લભ વિદ્યાનગરનો રહેવાસી છે.

 shot

દિલીપ દોઢેક મહિના પહેલા ગુજરાત આવ્યો હતો, અને તેના ભત્રીજા ઓમ બ્રહ્મભટ્ટને તેની સાથે લઈ ગયો હતો. ગત સોમવારના રોજ ઓમે 9 એમએમની પિસ્તોલ વડે દિલીપભાઈ, તેમની પત્ની અને પુત્રની ગોળી મારીને હત્યા કરી હતી.

પ્રાથમિક તપાસ બાદ પણ હત્યાનું ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી. આ વિસ્તારમાં મોટી સંખ્યામાં ગુજરાતી પરિવારો વસવાટ કરે છે.

સ્થાનિક પોલીસને ઘરેલુ હિંસા, મારપીટ વગેરેની ફરિયાદો છાસવારે મળતી રહે છે. હાલ પ્લેનફિલ્ડ મિડલસેક્સ પોલીસ આ ટ્રિપલ મર્ડરની તપાસ કરી રહી છે.

મળતી માહિતી મુજબ, હત્યાના આરોપી ઓમ બ્રહ્મભટ્ટે ખુદ પોલીસને ફોન કર્યો, જ્યારે પોલીસ ઘટનાસ્થળે પહોંચી, તો તેણે પોતાનો ગુનો કબૂલી લીધો. ઓમ બ્રહ્મભટ 23 વર્ષના છે. ત્રણ લોકોની હત્યા કર્યા બાદ તેણે ભાગવાનો પ્રયાસ પણ ન કર્યો અને ઘરે બેસીને પોલીસની રાહ જોઇ રહ્યો હતો. ત્રણેય લોકો જ્યારે સૂતા હતા, ત્યારે તેણે ગોળી મારી હતી.

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, ઓમ બ્રહ્મભટ્ટે ગુનામાં વપરાયેલ હથિયાર ઓનલાઈન ખરીદ્યું હતું. ઉલ્લેખનીય છે કે, ઓમને મિડલસેક્સ કાઉન્ટી જેલમાં રાખવામાં આવ્યો છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X