ફિલિપાઇન્સમાં ભારતીયની ગોળી મારીને કરાઇ હત્યા

Posted By:
Subscribe to Oneindia News

મનીલા, 12 જાન્યુઆરી: ફિલિપાઇન્સમાં ગ્રાહકો પાસેથી હપ્તાની ઉઘરાણી દરમિયાન એક ભારતીયની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી. આ ઘટનામાં એક અન્ય વ્યક્તિ પણ ઘાયલ થયાના સમાચાર છે. વેબસાઇટ વોક્સ બિકોલ અનુસાર નવજોત સિંહ(26) અને લખવિંદર સિંહ(33)ને બે અજાણ્યા બાઇક સવારોએ છ જાન્યુઆરીના રોજ ગોળી મારી દીધી.

આ ઘટના એ સમયે ઘટી, જ્યારે કૈમરીન્સ સુર પ્રાંતના કલાબંગા નગરપાલિકાના સેન રોક શહેરમાં ગ્રાહકો પાસેથી હપ્તા ઉઘરાવી રહ્યા હતા. એક સ્થાનીય નાગરિક પાસેથી ક્રમ વસૂલવાના ક્રમમાં એક અજાણ્યા વ્યક્તિએ નવજોતને ગોળી મારી દીધી. હુમલાવરે પોતાનો ચહેરો રૂમાલથી ઢાંકી દીધો હતો.

murder
નવજોતને છાતીમાં બે ગોળીઓ વાગી હતી. લખવિંદરને ડાબી બાજુએ ગોળી વાગી. નવજોતની ગાડીમાં બેસેલે એક અન્ય ભારતીય પરમજીત સિંહ (34) તાત્કાલિક બંને ઘાયલોને બિકોલ ક્ષેત્રમાં આવેલા નાગા શહેર સ્થિત મદર સેટન હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા.

જોકે હોસ્પિટલમાં ડોક્ટરો તેને બચાવી શક્યા નહીં અને નવજોતને મૃત જાહેર કરી દીધો. પોલીસ આ ઘટના અંગેની સમગ્ર તપાસ કરી રહી છે. તેમજ તેના મોત પાછળ કોઇ ખાસ કારણને પણ તપાસી રહી છે.

English summary
An Indian killed in Philippines by firing, another injured.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.