For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારતીય મૂળના ગુરદીપ બન્યા સ્કાઇપના ઉપાધ્યક્ષ

By Super
|
Google Oneindia Gujarati News

ચંદીગઢ, 30 ઓક્ટોબરઃ ચંદીગઢમાં જન્મેલા સોફ્ટવેર ઇન્જીનીયર ગુરદીપ સિંહ પાલને માઇક્રોસોફ્ટ કોર્પોરેશને સ્કાઇપના કોર્પોરેટ ઉપાધ્યક્ષ નિયુક્ત કર્યા છે.

સ્કાઇપ એક લોકપ્રિય મફત આંતરરાષ્ટ્રીય કોલ અને મેસેજિંગ સેવા છે, જેનો વિકાસ માઇક્રોસોફ્ટે કર્યો છે. 46 વર્ષીય પાલે ચંદીગઢની સેંટ જોન્સ સ્કૂલમાં પ્રારંભિક શિક્ષા મેળવી છે, ત્યારબાદ તેમણે બિરલા ઇન્સ્ટીટ્યૂટ ઓફ ટેક્નોલોજી એન્ડ સાયન્સ(બીઆઇટીએસ) પિલાસનીથી કોમ્પ્યુટર સાયન્સમાં એન્જીનીયરિંગની ડિગ્રી હાંસલ કરી છે. અત્યારે તેઓ માઇક્રોસોફ્ટમાં કોર્પોરેટ ઉપાધ્યક્ષ છે. તે માઇક્રોસોફ્ટમાં નવી એપ્લીકેશન એન્ડ સેવા કંડમાં સૂચના પ્લેટફોર્મ તથા એક અનુભવી ટીમની આગેવાની કરે છે.

Skype-Logo-TruTower
માઇક્રોસોફ્ટની વેબસાઇટ અનુસાર પાલ પાસે નેટવર્કિંગ, વીઓઆઇપી અને કોલેબોરેશન ક્ષેત્રમાં 20થી વધારે પેટેંટ છે. પાલે ઓરેગન વિશ્વવિદ્યાલયમાં કોમ્પ્યુટર સાયન્સમાં પરાસ્નાતકની ડિગ્રી પણ હાંસલ કરી છે. તે ધાનાની અશીસી વિશ્વવિદ્યાલયના બોર્ડ ઓફ ટ્રસ્ટી પણ છે. પાલ માઇક્રોસોફ્ટના ટોચ પ્રબંધનમાં પહોંચનાર પહેલા શીખ છે. તેમણે જાન્યુઆરી 1990માં કંપનીમાં સોફ્ટવેર ડિઝાઇન એન્જીનીયરિંગ તરીકે નોકરી શરૂ કરી હતી.

ઇન્ફોર્મેશન વીકે 2008માં પાલને એવા 15 ઇનોવેટર્સમાં સામેલ કર્યા હતા, જે કંઇક નવું કરી શકે છે. તેઓ હાર્વર્ડ બિઝનેસ રિવ્યૂ દ્વારા પ્રકાશિત શોધપત્ર ઇન્સ્ટીટ્યૂશનલ મેમોરી ગોજ ડિજિટલના લેખક પણ રહ્યાં છે, જેને દાવોસમાં વિશ્વ આર્થિક મંચ 2009માં પ્રસ્તુત કરવામાં આવી હતી. માઇક્રોસોફ્ટમાં તેમણે પ્રમુખ કંપનીઓ સાથે અનેક અધિગ્રહણો અને પ્રોદ્યોગિકી ભાગીદારીઓનું નેતૃત્વ કર્યું છે.

English summary
Chandigarh born software engineer Gurdeep Singh Pall has been named as the corporate vice president of Skype, a popular and free international voiceover and messaging service, by Microsoft Corporation, its developer.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X