સ્ટીલ કિંગ લક્ષ્મી મિત્તલ અને ફ્રાન્સ સરકાર વચ્ચે સમજૂતિ

laxmi-mittal
પેરિસ, 1 ડિસેમ્બરઃ ભારતીય મૂલના સ્ટીલ કિંગ લક્ષ્મી મિત્તલ અને ફ્રાન્સની સરકારમાં સમજૂતિ થઇ ગઇ છે. સમજૂતિ અનુસાર મિત્તલ પોતાના પ્લાન્ટની બે ભઠ્ઠીઓ બંધ નહીં કરે. ફ્રાન્સના પ્રધાનમંત્રીએ તેની જાહેરાત કરી છે, જો કે, ઔપચારિક ઘોષણા હજુ બાકી છે.

ફ્રાન્સના પ્રધાનમંત્રી જોન-માર્ક આયરોએ આ સમજૂતિની જાણકારી આપતા કહ્યું છે કે ભારતીય મૂળના કારોબારી લક્ષ્મી મિત્તલે ભરોસો આપ્યો છે કે તેઓ તેમની કંપની આર્સેલર મિત્તલની નુક્સાનમાં જતી બે ભઠ્ઠીઓને બંધ નહીં કરે અને આગામી પાંચ વર્ષોમાં 1287 કરોડ રૂપિયાનું રોકાણ કરશે.

આ વિવાદ ત્યારે શરૂ થયો હતો જ્યારે મિત્તલની કંપની આર્સેલર મિત્તલે ફ્રાન્સના ફ્લોરેન્જ શહેરમાં પોતાના પ્લાન્ટની બે ભઠ્ઠીઓ બંધ કરવાની જાહેરાત કરી હતી. ફ્રાન્સ સરકારે કહ્યું કે તેનાથી 600 લોકો બેરોજગાર થઇ જશે, આ અંગે મિત્તલે કહ્યું કે સરકાર જો ખરીદદાર શોધી લે તો તેઓ આ બન્ને ભઠ્ઠીઓ વેચવા માટે તૈયાર છે.

લક્ષ્મી મિત્તલે આ ઉપરાંત જે સમય આપ્યો હતો તે આજે ખત્મ થઇ રહ્યો છે. લાંબા સમય સુધી ચાલેલી વાતચીત બાદ ફ્રાન્સ સરકારે ધમકી આપી હતી કે મિત્તલના સ્ટીલ પ્લાન્ટ્સનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવશે.

પ્રશ્ન ઉઠે છે કે આ સમજૂતિ લક્ષ્મી મિત્તલે ખુશી-ખુશી કરી છે કે ફ્રાન્સ સરકારના દબાણમાં આવીને કર્યો છે. જે પણ હોય ફ્રાન્સ સરકારની આ દાદાગીરી બાદ કોઇપણ ઉદ્યોગપતિ બેરોજગારી અને મંદી સામે ઝજૂમી રહેલા આ દેશમાં રોકાણ કરતા પહેલા સો વખત વિચારશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X