ગુજરાતી પરિવારની કરોડપતિ યુવતી મજૂરને પરણી
નૈરોબી, 26 ઓગસ્ટ : ફિલ્મોમાં દર્શાવવામાં આવે છે એવી જ પ્રેમ કહાણી એક ગુજરાતી પરિવારના કુટુંબમાં બની છે. કરોડપતિ ગુજરાતી પરિવારની યુવાન દીકરીએ ઘરની ગાડી સાફ કરવા માટે આવતા યુવક સાથે ભાગીને પ્રેમલગ્ન કરી સંસાર માંડ્યો છે.
ફિલ્મી કહાનીઓની યાદ આપાવે એ રીતે નૈરોબીમા રહેતા એનઆરઆઇ કરોડપતિ ગુજરાતી પરિવારની યુવતિએ પિતાની કાર ધોવા માટે આવતા હબસી મજુર યુવક સાથે ભાગીને પ્રેમલગ્ન કરી લીધા છે. આ ઘટનાની જાણ સમાજમાં થતા જ કેન્યાના ગુજરાતી સમાજમાં ચર્ચાનો દોર શરૂ થયો છે.
આજકાલ કેન્યાના મીડિયા અને સોશિયલ મીડિયામાં આ સમાચારે ચટપટી ફેલાવીને વાઇરલ બન્યા છે. યુવતિના પરિવારજનોને આ લગ્ન મંજુર નહી હોવાથી યુવક સામે પોલીસ ફરિયાદ કરી હોવાનુ પણ જાણવા મળે છે.

આ પરિવાર મુળ કચ્છનો છે. પટેલ પરિવાર વર્ષોથી નૈરોબીમા સ્થિર થયો છે. તે બિઝનેશ કરે છે. આ પરિવાર નૈરોબી તથા કચ્છમાં બંગલાઓ સહિતની કરોડો રૂપિયાની સંપતિ ધરાવે છે.
તા આ પરીવારની પુત્રી સારીકા પટેલ(24)ને બંગલા પર કાર ધોવા માટે આવતા તિમોથી ખામલા(25) સાથે પ્રેમ થઇ ગયો હતો. તિમોથી અત્યંત ગરીબ છે અને ઝુપડપટ્ટીમાં રહે છે. એક મહિના પહેલા તેમણે પ્રેમલગ્ન કર્યા છે.
હાલમા કરોડપતિ પરીવારની સારીકા તિમોથી ઝુપડામાં દરીદ્ર જીવન વિતાવી રહી છે અને કેટલાક સ્થાનિક મિડીયામા આપેલા ઇન્ટરવ્યુમા પોતે અત્યંત ખુશ હોવાનુ જણાવી રહી છે.
જો કે યુવતિના પરીવારજનોએ પોલીસ ફરીયાદ કરી હોવાથી તે દિશામા પણ તપાસ હાથ ધરાઇ છે અને બીજા તરફ આ બનાવની લોકલ મિડીયા પ્રસંશા કરી રહ્યું છે.












Click it and Unblock the Notifications
