For Quick Alerts
For Daily Alerts

લંડનમાં ભારતીય મૂળની નર્સનું સંદિગ્ધ મોત
લંડન, 8 ડિસેમ્બરઃ બ્રિટનના પ્રિન્સ વિલિયમના ગર્ભવતી પત્નીના સ્વાસ્થ્ય અંગે ખોટા ફોન કોલ પર જાણકારી આપનાર ભારતીય મૂળની નર્સનું શંકાસ્પદ અવસ્થામાં મોત નીપજ્યું છે. ચાર ડિસેમ્બરે ઓસ્ટ્રેલિયન રેડિયો ચેનલના બે રેડિયો જોકીએ હોસ્ટિપલમાં પોતાના ક્વીન એલિજાબેથ અને પ્રિન્સ ચાર્લસ બતાવને ફોન કર્યો હતો. ત્યારે જેસિંથા નામની નર્સે ખોટા કોલને વિલિયમની પત્ની કેટ મિડલટનના રૂમમાં ટ્રાન્સફર કર્યો હતો. સમાચાર એજન્સી પીટીઆઇના હવાલાથી મળેલા સમાચાર અનુસાર જે નર્સનું મોત નીપજ્યું છે તે ભારતીય મૂળની છે. રેડિયો જોકીના ખોટા ફોન કોલ બાદ લંડનની કિંગ એડવર્ડ સેવન હોસ્પિટલની નર્સ જેસિંથા સલદાન્હાનું શંકાસ્પદ અવસ્થામાં મોત નીપજ્યું છે.
ઓસ્ટ્રેલિયન રેડિયો ચેનલ ટૂડે એફએમના બે રેડિયો જોકી મેલ ગ્રેગ અને માઇકલ ક્રિશ્ચિયને મંગળવારે સવારે પ્રિન્સ ચાર્લ્સ અને ક્વીન એલિજાબેથ સેકન્ડ હોવાનું જણાવી હોસ્પિટલમાં ખોટો ફોન કર્યો અને પ્રિન્સ વિલિયમના પત્નીના સ્વાસ્થ્ય અંગેની ગુપ્ત જાણકારી પૂછી હતી. હોસ્પિટલમાં તે વખતે જેસિંથાએ જ બન્ને રેડિયો જોકીના ફોન રિસિવ કર્યા હતા. આ ઘટનાના ત્રણ દિવસ પછી જેસિંથાનું શંકાસ્પદ અવસ્થામાં મોત નીપજ્યું હોવાની વાત બહાર આવી છે.
જેસિંથા શુક્રવારે સવારે હોસ્પિટલ નજીક જ પોતાના ઘરમાં મૃત હાલતમાં મળી આવી. પોલીસ હજુ સુધી એ જાણી શકી નથી કે મોત પાછળનું કારણ શું છે. જો કે, મીડિયામાં આવેલા સમાચારોમાં કહેવામાં આવ્યું છે કે જેસિંથાએ આત્મહત્યા કરી હોવી જોઇએ. જો કે, કિંગ એડવર્ડ હોસ્પિટલે જેસિંથાના મોતની પૃષ્ટિ કરતા અફસોસ વ્યક્ત કર્યો છે.
Comments
indian origin nurse pregnant kate middleton australian radio મૂળ ભારતીય નર્સ ગર્ભવતી કેટ મિડલટન ઓસ્ટ્રેલિયન રેડિયો
Story first published: Saturday, December 8, 2012, 11:31 [IST]