ભારતીય મૂળના કુશ શર્માએ અમેરિકામાં ભારતનું નામ રોશન કર્યું
ન્યૂયોર્ક, 10 માર્ચ: અમેરિકાની પ્રતિષ્ઠિત સ્પેલિંગ બી સ્પર્ધા જીતવાની સાથે જ ભારતીય મેધાએ ફરી બુદ્ધિમતાનો પુરાવો આપી દીધો છે. 13 વર્ષીય વિદ્યાર્થી કુશ શર્માએ ઐતિહાસિક 95 રાઉન્ડ સુધી ચાલી આવતી બી પ્રતિયોગિતાનો ખિતાપ પોતાના નામે કરી લીધો છે.
ફ્રંટિયર સ્કૂલ ઓફ ઇનોવેશનમાં સાતમાં ધોરણમાં અભ્યાસ કરતા ભારતીય મૂળના અમેરિકન વિદ્યાર્થી કુશ શર્માએ 'ડેફિનેશન' (પરિભાષા)નો સાચો સ્પેલિંગ જણાવીને મિસૌરીમાં 'જૈક્સન કાઉંટી સ્પેલિંગ બી'નો ખિતાબ જીતી લીધો. આની સાથે જ આગામી મેમાં વોશિંગ્ટનમાં આયોજિત થનારી 'સ્ક્રિપ્સ નેશનલ સ્પેલિંગ બી' સ્પર્ધામાં પોતાનું સ્થાન પાક્કું કરી લીધું છે.
શનિવારે આયોજિત 29 રાઉન્ડની પ્રતિયોગિતામાં અન્ય સ્પેલિંગ બી પ્રતિયોગિતાઓના મુકાબલે ખૂબ જ લાંબી ચાલી. સામાન્ય રીતે આ સ્પર્ધામાં 20 રાઉન્ડ જ રમાય છે. શર્માએ સ્પેલિંગ બીનો ખિતા બે ચરણોમાં હાસલ કર્યો. 22 ફેબ્રુઆરીના રોજ આ સ્પર્ધાનો પ્રથમ રાઉન્ડ આયોજિત કરવામાં આવ્યો હતો.
હાઇલેન્ડ પાર્ક એલીમેન્ટ્રીની 11 વર્ષીય વિદ્યાર્થિની સોફિયા હોફમેને શર્માને જોરદાર ટક્કર આપી હતી, પરંતુ 'સ્ટિફલિંગ' (દમનકારી)નો સ્પેલિંગ ખોટો બતાવવાના કારણે તે પ્રતિયોગિતાથી બહાર થઇ ગઇ. ગયા મહીને હાફમેન અને શર્માએ 66 રાઉન્ડ સાથે રમ્યા હતા.













Click it and Unblock the Notifications
