અમેરિકામાં ભારતીય વિદ્યાર્થીને માર મારીને મહિનાઓ સુધી કેદ રખાયો, 3 ની ધરકપડ
અમેરિકામાં ભારતીય પરિવારની ગોળી મારી હત્યા બાદ વધુ એક સનસનીખેજ સમાચાર સામે આવ્યા છે. અહેવાલો અનુસાર, અમેરિકામાં જ વધુ એક ભારતીય વિદ્યાર્થીને બંદી બનાવીને મહિનાઓ સુધી અત્યાચાર કરાયો છે.
અમેરિકાની મિસૌરી પોલીસે, 20 વર્ષીય ભારતીય વિદ્યાર્થીને બંદી બનાવીને માર મારવાના આરોપમાં ત્રણ લોકોની ધરપકડ કરી છે.

અહેવાલો અનુસાર, પોલીસ દ્વારા છોડાવાયેલો વિદ્યાર્થી ગયા વર્ષે અમેરિકાની મિસૌરી યુનિવર્સિટી ઓફ સાયન્સ એન્ડ ટેક્નોલોજીમાં અભ્યાસ કરવા ગયો હતો. તેના શરીર પર હાડકાના મલ્ટીપલ ફ્રેક્ચર, આખા શરીર પર ઈજાના નિશાન મળ્યા છે.
પોલીસે વિદ્યાર્થીની ઓળખ જાહેર નથી કરી. તેને તેના જ એક પિતરાઈ ભાઈ અને અન્ય બે વ્યક્તિઓ દ્વારા સાત મહિનાથી વધુ સમય સુધી બંધક બનાવીને રાખવામાં આવ્યો.
અહેવાલો અનુસાર,તેને વોશરૂમ ન જવા દેવાયો અને માર મારવામાં આવ્યો. તેને ત્રણ ઘરોમાં કામ કરવાની ફરજ પાડવામાં આવી હોવાના પણ અહેવાલ છે.
સમાચાર એજન્સી પીટીઆઈ અનુસાર, આ ઘટનાની જાણ એક જાગૃત નાગરિક દ્વારા કરવામાં આવી ત્યારબાદ પુરી ઘટના પરથી પરદો હટ્યો.
જાણ થયા બાદ સેન્ટ ચાર્લ્સ કાઉન્ટીના ગ્રામીણ હાઈવે પર સ્થિત ઘરે પહોંચીને પોલીસે આરોપીની ધરપકડ કરી. આ આપોરીઓની ઓળખ વેંકટેશ આર સત્તારુ, 23 વર્ષીય શ્રવણ વર્મા પેનુમેચા અને 27 વર્ષીય નિખિલ વર્મા પેનમત્સા રીકે થઈ છે. તેની સામે માનવ તસ્કરી, અપહરણ અને હુમલા સહિતનો ગુનો નોંધાયો છે.
પોલીસે જણાવ્યું કે, વિદ્યાર્થીને એપ્રિલની શરૂઆતમાં સતારુના ઘરે લઈ જવામાં આવ્યો અને તેને કામકાજ શરૂ કરવા, સત્તારુની આઈટી કંપનીમાં આખો દિવસ કામ કરવા અને પછી સાંજના કામ પૂર્ણ કરવાની ફરજ પાડવામાં આવી. આરોપીઓ તેને દબાણ આપી અને માર મારીને કામ કરાવતા હતા.












Click it and Unblock the Notifications
