For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઓસ્ટ્રેલિયા: 3 કોલેજોને લાગશે તાળાં, 500 ભારતીય વિધાર્થીઓનું ભવિષ્ય અંધકારમય

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

Australia map
મેલબોર્ન, નવી દિલ્હી, 4 ઑક્ટોબર: ઓસ્ટ્રેલિયાએ ત્રણ વ્યવસાયિક સંસ્થાઓ બંધ કરવાનો નિર્ણય કર્યો છે જેની અસર 500 ભારતીય વિદ્યાર્થીના ભવિષ્ય પર જોવા મળશે. ભારતમાં ઓસ્ટ્રેલિયાના હાઈ કમિશનર પીટર વર્ગીજે વિશ્વાસ અપાવ્યો છે કે આ સંસ્થામાં અભ્યાસ કરનારા ભારતીય વિદ્યાર્થીના હિતની રક્ષા કરવામાં આવશે.

તે ઓસ્ટ્રેલિયાના વ્યવસાયિક શિક્ષા નિયામક 'ઓસ્ટ્રેલિયન સ્કિલ્સ ક્વોલિટી ઓથોરીટી' તરફથી વિક્ટોરિયામાં બે અને ન્યૂ સાઉથ વેલ્સમાં એક વ્યવસાયિક સંસ્થા બંધ કરવાના નિર્ણય પર ટિપ્પણી કરી રહ્યાં હતા. આ સંસ્થાઓ દ્રારા તાલીમના ધોરણો પુરા કરવામાં ન આવતાં તેમને બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

'ઓસ્ટ્રેલિયન સ્કિલ્સ ક્વોલિટી ઓથોરીટીના મુખ્ય આયુક્ત ક્રિસ રોબિન્સે કહ્યું હતું કે અમે કોઇ તાલીમ સંસ્થાની નોંધણીને રદ કરવાનો નિર્ણય સરળતા કરતા નથી, પરંતુ વિદ્યાર્થીના હિત અને તાલીમના ધોરણોને જાળવવા મહત્વપૂર્ણ છે.

રોબિન્સે કહ્યું હતું કે સંસ્થાઓ પાસે ઓસ્ટ્રેલિયન સ્કિલ્સ ક્વોલિટી ઓથોરીટીના નિર્ણય પર પુનવિચાર કરવાનો અધિકાર છે. આવા સમયે નિર્ણય લેવામાં સમય લાગી શકે છે અથવા નિર્ણય બદલવામાં આવી શકે છે. અપીલના પરિણામોના આધારે કોઇપણ નિર્ણય 30 ઑક્ટોબરથી લાગૂ પડશે. આમાં બે સંસ્થાઓ 'એશમાર્ક ગ્રુપ પ્રાઇવેટ લિમિટેડ' અને 'જી પ્લસ જી-ગ્લોબલ ટ્રેડિંગ પ્રાઇવેટ લિમિટેડ' વિક્ટોરિયાના મેલબોર્નમાં છે. એનએસડબ્લ્યૂમાં 'આઇવી ગ્રુપ' નામની સંસ્થા છે.

મેલબોર્નની બે સંસ્થાઓમાં 500થી ભારતીય વિદ્યાર્થીઓ છે, જ્યારે એનએસડબ્લ્યૂની સંસ્થામાં લગભગ 30 ભારતીય વિદ્યાર્થી છે. વર્ગીજે દિલ્હીમાં કહ્યું છે કે ઓસ્ટ્રેલિયામાં આ સંસ્થાઓ બંધ થતાં પ્રભાવિત ભારતીય વિદ્યાર્થીઓના હિતોની રક્ષા કરવામાં આવશે અને તેની સાથે સંકળાયેલ એક કાયદો છે જેનું નામ 'એજ્યુકેશન સર્વિસિઝ ફોર ઓવરસીઝ સ્ટુડન્ટ એક્ટ-2000' છે.

English summary
Australia has decided to close down three vocational colleges for non-compliance of training standards, a move that will impact more than 500 Indian students enrolled in these institutes.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X