For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

'સવિતાના મોતથી આયરિશ કાયદાની ક્ષતિ બહાર આવી'

By Super
|
Google Oneindia Gujarati News

savita
નવીદિલ્હી, 17 નવેમ્બરઃ આયર્લેન્ડમાં થયેલાં સવિતાના મોતનો મામલો દિવસે ને દિવસે સંવેદનશીલ બનતો જઇ રહ્યો છે. તાજા માહિતી અનુસાર માનવાધિકાર સમૂહ એમનેસ્ટી ઇન્ટરનેશનલે આ મામલે કહ્યું છે કે સવિતાના મોતથી આયરિશ કાયદામાં ક્ષતિ હોવાનું જાણવા મળે છે.

એમનેસ્ટીએ કહ્યું કે આયરિશ સરાકરે એ સુનિશ્ચિત કરવું જોઇએ કે ગર્ભપાતના મુદ્દે તેમની ઘરેલુ નીતિ, આંતરરાષ્ટ્રીય માનવાધિકાર કાયદા પ્રમાણે હોય. આયરિશના એક સમચાર પત્રમાં છપાયેલા સમાચાર અનુસાર સવિતાના પતિ પ્રવીણનું કહેવું છેકે આયરિશ ઓથોરિટિઝે તેમનો કોઇ સંપર્ક કર્યો નથી અને તે એ વાતને લઇને ચિંતિત છે કે તપાસ કેવી રીતે થઇ રહી છે.

શુક્રવારે રાત્રે એચએસઇએ કહ્યું છે કે તેમની તપાસ ટીમ તપાસ દરમિયાન પ્રવીણને સાથે પણ સવિતાના મોત અંગે વાતચીત કરશે. આ પહેલા એક બ્રિટિશ સાંસદે કહ્યું કે સવિતાની દર્દનાક મોત અંગે આયર્લેન્ડ દ્વારા શરૂ કરવામાં આવેલી તપાસના પરિણામ એવા આવા જોઇએ કે મહિલાના પરિવારજનોને રાહત મળે.

લેબર પાર્ટીના સાંસદ વીરેન્દ્ર શર્માએ કહ્યું કે જો આયર્લેન્ડની હોસ્પિટલમાં દરદીની જરૂરિયાત અનુરુપ સારવાર પ્રક્રિયા અપનાવવામાં આવતી તો મહિલાની જિંદગી બચાવી શકાઇ હોત.

English summary
Observing that the tragic death of Indian dentist Savita Halappanavar illustrates a gap in Irish law, rights group Amnesty today asked Ireland to ensure that its domestic policy on access to abortion is in line with international human rights law.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X