કચ્છના યુવકની નૈરોબીમાં બળદિયા ગામના મિત્રએ હત્યા કરી એસિડમાં ઓગાળી દીધો
Crime News: વેલેન્ટાઈન ડે એટલે કે 14 ફેબ્રુઆરીના રોજ કેન્યાના નૈરોબીમાં નારણપરાના યુવાનની બળદિયા ગામના તેના મિત્રએ અન્ય ત્રણ આરોપી સાથે મળી હત્યા કરી તેના મૃતદેહનો એસિડમાં ઓગાળી દેવાની ઘટનાથી ચકચાર મચી ગઈ છે.
કચ્છના ભૂજ તાલુકાના નારણપરા ગામના વતની જયેશ કુમાર કાનજીભાઈ પટેલ ઘણા વર્ષોથી નૈરોબી વેસ્ટના કોડી નજીક પરિવાર સાથે સ્થાયી થયો હતો.

14 ફેબ્રુઆરીના રોજ દીકરાને સ્કૂલે મૂકવા ગયેલ મૃતક જયેશ ઘરે પાછો ફર્યો નહોતો. અચાનક ગુમ થઈ ગયેલા જયેશની બીજા દિવસે પોલીસ સ્ટેશને નોંધ લખાવાઈ હતી.
લંગાટા પોલીસની સીસીટીવી ફૂટેજ તપાસમાં જોવા મળ્યુ કે જયેશ પટેલ તેની પત્ની સાથે પગપાળા જતો હતો. ત્યારબાદ આગળ જઈને તે સફેદ કારમાં બેસીને મોમ્બાસા તરફ ગયો હતો. પોલીસે સમગ્ર ઘટનામાં શંકમંદ મન્ગુટી મુલાન્ટી સહિત 4 સ્થાનિક હબસી યુવાનની ધરપકડ કરી હતી અને તેમને કીબ્રેરા કોર્ટમાં રજૂ કરી 21 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.
ઘટનાની તપાસ ડીસીઆઈ(ડિરેક્ટોરેટ ઑફ ક્રિમિનલ ઈન્વેસ્ટીગેશન)ને સોંપવામાં આવી હતી. તપાસ ટીમના જણાવ્યા મુજબ હત્યારો કલ્યાણ મૃતક જયેશને મળવા પેટ્રોલ પંપ પર આવ્યો હતો. ત્યારબાદ સસ્તા ભાવે જમીનનો પ્લોટ મળતો હોવાની લાલચ આપી ઘટના સ્થળે લઈ ગયો હતો.
પૂર્વ આયોજિત ષડયંત્ર મુજબ ઘટના સ્થળે હાજર ત્રણ હબસી યુવાનોએ જયંશને માથામાં લોખંડનો સળિયો માર્યો હતો. જેના પરિણામે જયેશનુ ઘટના સ્થળે જ મોત નીપજ્યુ હતુ. પુરાવાનો નાશ કરવા ચારે આરોપીઓએ સાથે મળીને મૃતકના કપડા કાઢીને તેને એસિડમાં ઓગાળી દીધો હતો. ત્યારબાદ ચારેય જણા ભાગી ગયા હતા.
ઘટના સ્થળેથી મળેલી અમુક વસ્તુઓના કારણે હત્યાનો ભેદ ઉકેલાયો હતો. જેમાં તૂટેલા ચશ્મા, હાડકાં, લોખંડનો સળિયો, બાઈકને પોલીસ દ્વારા કબ્જે લેવામાં આવી હતી. મૃતક જયેશને હત્યારાની પત્ની સાથે આડા સંબંધો અથવા જમીનના સોદાની અદાવતમાં હત્યાને અંજામ અપાયો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ બંને દિશામાં તપાસ કરી રહી હોવાનો આફ્રિકન પોલીસે દાવો કર્યો છે.












Click it and Unblock the Notifications
