વિશ્વ રેકોર્ડઃ 87 વર્ષનું થયુ NRIનું લગ્ન જીવન

કરમે કહ્યું છે,'' હું મારી પત્નીને ખુશ રાખવા પ્રયત્નો કરું છું. હું તેને જોક્સ સંભળાવું છું અને તેના ચહેરા પર ખુશી લાવી દઉં છું. રોમેન્ટિક બનવા માટેનો આ મારી રમૂજી ટ્રીક છે.''
ડેઇલી મેઇલના અહેવાલ અનુસાર આ એનઆરઆઇ દંપત્તિ બ્રાડફોર્ડમાં રહી રહ્યું છે ગીનીસ વર્લ્ડ રેકોર્ડ તેમના નામે છે અને હવે તે નવો રેકોર્ડ પોતાના નામે કરવા જઇ રહ્યાં છે.
'' હું કહેવા માંગુ છું કે લાંબુ જીવન જીવવા માટે હસતાં રહેવું જોઇએ. મારી પત્ની હજું પણ જીવીત છે તેથી તે કામ કરતું જ હોવું જોઇએ. હું તેને ઘણો પ્રેમ કરુ છું અને તેની સાથે હજું બીજા 80 વર્ષ વિતાવવા માંગુ છું.'' તેમ કરમે ઉમેર્યું છે. પંજાબના રહેવાસી આ દંપત્તિનું કહેવું છે કે રોમેન્ટિક રહેવા માટે તે એકબીજાની દરેક વાતને શેર કરે છે.












Click it and Unblock the Notifications
