પૈસા આપવાનો ઈનકાર કરતા ઉપદ્રવીઓએ બેરહેમીથી માર્યો, દુબઈના NRIનુ મોત
કોલકત્તાઃ દમદમાં એક પૂજા દરમિયાન 48 વર્ષના એનઆરઆઈએ દારુ ખરીદવા માટે પૈસા આપવાનો ઈનકાર કરતા અમુક ઉપદ્રવીઓએ ઢોર માર મારતા 48 વર્ષના એનઆરઆઈનુ મોત નીપજ્યુ હતુ.
પીડિત પ્રકાશ બિશ્વાસ દુબઈનો રહેવાસી હતો, બેરહેમીથી માર મારતા તે કોમામાં જતો રહ્યો હતો. બાદમાં, રાતે 9.45 વાગે આરજી કર મેડીકલ કોલેજ એન્ડ હૉસ્પિટલમાં તેનુ મોત થઈ ગયુ હતુ.

એનઆરઆઈ પ્રકાશ પર જે ટોળા દ્વારા હુમલો કરવામાં આવ્યો તેમાંના એક આરોપીને પણ આરજી કર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. પોલીસે તપાસ શરુ કરી છે પરંતુ હજુ સુધી કોઈની ધરપકડ કરવામાં આવી નથી. દમ દમ કેન્ટોનમેન્ટ રેલવે ગેટ 10 પાસે છટકલ ખાતે શીતળા પૂજા દરમિયાન આ ઘટના બની હતી.












Click it and Unblock the Notifications
