દુબઇમાં પત્નીની ચાકુ મારી હત્યા કરનાર ભારતીયને આજીવન કારાવાસ

દુબઇમાં પત્નીની ચાકુ મારી હત્યા કરનાર ભારતીયને આજીવન કારાવાસ

બેવફાઇના શકમાં દુબઇમા રહેતા એક શખ્સે પોતાની પત્નીની ચાકુ મારી હત્યા કરી નાખી હતી જે મામલે એક આરોપીને આજીવન કારાવાસની સજા સંભળાવવામાં આવી છે. અહેવાલ મુજબ પાછલી 9 સપ્ટેમ્બરે યૂગેશ સી એસ (44)એ પોતાની પત્ની વિદ્યા ચદ્રન (44)ની તેના ઑફિસના પાર્કિંગ લોટમાં ધોરા દિવસે ચાકૂ મારી હત્યા કરી હતી. આ મામલે અદાલતમાં સુનાવણી ચાલી રહી હતી.

nri

સમાચાર પત્ર ગલ્ફ ન્યૂઝના અહેવાલ મુજબ મૂળ કેરળની વિદ્યા એ રાતે ઓનમ મનાવવા માટે બાળકો સાથે ભારત આવવાની હતી. સમાચાર પત્ર મુજબ વિદ્યાના પરિવારનો આરોપ છે કે તેનો પતિ કેટલાય વર્ષોથી તેનું શોષણ કરતો હતો. યૂગેશે પોલીસને જણાવ્યું કે તેને શક હતો કે તેની પત્નીનો કોઇ સાથે પ્રેમ સંબંધ છે.

અપરાધિક રેકોર્ડ મુજબ મૃતકના મેનેજરે જૂબાનીમાં કહ્યું કે તેણે વિદ્યાને કેટલીયવાર ફોન કર્યા, પરંતુ વિદ્યાએ કોઇ જવાબ ના આપ્યો. બાદમાં તેણે એક કર્મચારીને વિદ્યા વિશે માલૂમ કરવા કહ્યું. ભારતીય મેનેજરે કહયું કે, "બહાર નીકળીને મેં જોયું તો તે લોહીલૂહાણ હાલતમાં પડી હતી. તેને ચાકૂ મારવામાં આવ્યું હતું અને મને લાગે છે મેં એને જોઇ ત્યાં સુધીમાં તો તે મરી ગઇ હતી. " એ દિવસે જ તેના પતિની ધરપકડ કરી લેવામા આવી હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X