For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારતીય મૂળના અમેરિકન વૈજ્ઞાનિકને મેળવ્યો એવોર્ડ

By Super
|
Google Oneindia Gujarati News

award
વોશિંગ્ટન, 22 ડિસેમ્બરઃ અમેરિકન રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ આઇબીએમના એક જાણિતા શોધકર્તા અને ભારતીય મૂળના અમેરિકન રંગાસ્વામી શ્રીનિવાસનને પ્રતિષ્ઠિત નેશનલ મેડલ ઓફ ટેક્નોલોજી ઓફર ઇનોવેશન માટે નામિત કર્યા છે. શ્રીનિવાસન સાથે ઓબામાએ 12 અન્ય શોધકર્તાઓને આ નેશનલ મેડલ ઓફ સાયન્સ માટે અને 10 અસાધારણ શોધકર્તાઓને નેસનલ મેડલ ઓફ ટેક્નોલોજી એન્ડ એનોવેશન માટે નામિત કર્યા છે. આ પુરસ્કાર અમેરિકન સરકાર તરફથી વૈજ્ઞાનિકો, એન્જીનીયર્સ અને શોધકર્તાઓને આપવામાં આવનાર સર્વોચ્ચ પુરસ્કાર છે.

આ વિજેતાઓને વર્ષ 2013ની શરૂઆતમાં વ્હાઇટ હાઉસમાં આયોજિત એક સમારોહ દરમિયાન પુરસ્કાર પ્રદાન કરવામાં આવશે. વર્ષ 1981માં શ્રીનિવાસને ખોજ કરી હતી કે એક પરાબૈંગની એક્સાઇમર લેઝર એક જીવીત ઉતકને કોઇપણ પ્રકારના ઉષ્મીય નુક્સાન વગર બારીકાઇથી કોતરી શકાય છે. આ સિદ્ધાંતને તેમણે એબ્લેટિવ પોટો ડીકંપોજીશનનું નામ આપ્યું હતું. ઓબામાએ કહ્યું કે આ પ્રેરક અમેરિકન શોધકર્તાને સન્માનિત કરતા હું ગર્વ અનુભવી રહ્યો છું.

અમેરિકન રાષ્ટ્રપતિએ કહ્યું કે આ લોકોને આ દેશને મહાન બનાવવા માટે ઘણી સમજદારી અને કલ્પનાશક્તિનું પ્રદર્શન કર્યું છે. એ આપણને યાદ અપાવે છે કે રચનાત્મક ગુણોને જો યોગ્ય માહોલ મળે તો તે કેટલો સારો પ્રભાવ ઉભો કરી શકે છે. નેશનલ મેડલ ઓફ ટેક્નોલોજી એન્ડ એનોવેશનની સ્થાપના વર્ષ 1980માં કરવામાં આવી હતી. આ પુરસ્કાર એ લોકોને આપવામાં આવે છે જેમણે અમેરિકાની પ્રતિસ્પર્ધાત્મક ક્ષમતા વધારવા, દેશનું ટેક્નોલોજી કાર્યબળ મજબૂત કરવા અને જીવનની ગુણવત્તા સુધારવામાં પોતાનો અભૂતપૂર્વ યોગદાન આપ્યું હોય.

English summary
Obama names Indian American Rangaswamy Srinivasan for prestigious National Medal of Technology for Innovation.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X